બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Junior Clerk Competitive Exam Result Declared

ગાંધીનગર / BIG BREAKING: જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષાનું પરિણામ જાહેર, એક ક્લિકમાં ચેક કરો રિઝલ્ટ

Dinesh

Last Updated: 07:30 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી

  •  જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચારા
  •  જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું
  • હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી

 જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મહત્વના સમાચારા સામે આવ્યા છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી.

7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા.  

બે વાર પરીક્ષાનું આયોજન કરાયું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન તારીખ 29-1-2023ને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષાની આગલી રાત્રે એક શખ્સ પેપર સાથે ઝડપાતા જુનિયપ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. પેપર ફૂટતા 9.53 લાખથી વધુ ઉમેદવારોની બે વર્ષની મહેનત પણ પાણી ફરી વળ્યું હતું. ઠેર-ઠેર ચક્કાજામ કરીને ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો. હજુ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો 29 જાન્યુઆરીનો દિવસ ભૂલ્યા નથી. કારણ કે, એ દિવસે પેપર ફૂટતા ઉમેદવારોએ રઝળવું પડ્યું હતું. ગુજરાત ATSએ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલે 15 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ તાજેતરમાં ATSએ 30 ઓરાપી ઉમેદવારની ધરપકડ કરી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ