બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / joe biden new order on artificial intelligence ai will help indians

ગુડ ન્યૂઝ / જો બાયડને પાસ કર્યો એક ઓર્ડર અને ભારતીયોની થઈ ગઈ બલ્લે-બલ્લે... ખાસ આ કોર્સ કરેલા યુવાનોને USAમાં મળશે સારી તક

Dinesh

Last Updated: 09:19 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI ટેક્નોલોજી સંબંધિત આ ઓર્ડરથી ભારતના વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સને ઘણા બધા લાભ થવાના છે, તેમણે અમેરિકામાં AI સિસ્ટમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આદેશ કર્યો છે

  • જો બાયડનના આદેશથી લાભ થશે અનેક ભારતીયોને
  • આઈટી પ્રોફેશનલ્સને મળશે USAમાં સારી તક
  • AI ટેક્નોલોજી સંબંધિત બાયડનનો ઓર્ડર


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને હાલમાં જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે જેનાથી ભારતીયો બલ્લે બલ્લે થઈ ગયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI ટેક્નોલોજી સંબંધિત આ ઓર્ડરથી ભારતના વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સને ઘણા બધા લાભ થવાના છે. તેમણે અમેરિકામાં AI સિસ્ટમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ આદેશ કર્યો છે. જો  બાયડનેના આ ઓર્ડરથી અમેરિકામાં AI સિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સમગ્ર વ્યવસ્થાની સુરક્ષાનું ધ્યાન રાખવા પણ કહેવામાં આવ્યું છે. કંપનીઓએ તેમની AI સિસ્ટમ્સ સાથે સંકળાયેલા સંભવિત જોખમો પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જેમ કે, આતંકવાદીઓ કે અન્ય દેશો તેનો ફાયદો ઉઠાવી શકે છે કે પછી AIની મદદથી એવા હથિયારો બનાવી શકાય છે જે માનવતાને ખતમ કરી શકે છે.

જો બાઈડેનનું ભારત સાથે પણ છે ખાસ કનેક્શન, અહીં રહે છે એક વિખૂટો પડેલો  પરિવાર | us election result 2020 do you know indian connection of joe biden

જો  બાયડનેનો આદેશ
જો  બાયડનેના આદેશથી અમેરિકાની કંપનીઓએ એઆઈ ટેક્નોલોજી પર કામ કરવા માટે વિદેશીઓને હાયર કરવાની જોગવાઈ કરી છે. અમેરિકાની સંશોધન પ્રયોગશાળાઓને પણ વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં આમંત્રિત કરવા માટે છૂટ આપવામાં આવી છે. જેની મદદથી અમેરિકા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં પોતાને સૌથી મજબૂત શક્તિ બનાવવા માંગે છે. જો  બાયડનેની સરકાર આ કામ માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા ઇમિગ્રન્ટ્સનો લાભ લેવા માંગે છે. આવા વિદેશી આઇટી પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં અમેરિકામાં કામ કરે છે. અમેરિકા એઆઈ ટેક્નોલોજી સેક્ટરમાં કામ કરતા ઈમિગ્રન્ટ્સને ત્યાં રહેવા, અભ્યાસ અને કામ કરવાની મંજૂરી આપશે. તેમના માટે વિઝા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવશે.

આઈટી પ્રોફેશનલ્સોને લાભ
ભારતમાંથી મોટી સંખ્યામાં આઈટી પ્રોફેશનલ્સ કામ કરવા માટે અમેરિકા જાય છે. આ લોકોને H-1B વિઝા પર અમેરિકામાં કામ કરવાની સ્વતંત્રતા મળે છે. અંદાજ મુજબ ભારત સહિત અન્ય દેશોમાં લગભગ 5 લાખ લોકો H-1B વિઝા પર અમેરિકામાં કામ કરે છે. બાઈડેન સરકારના આ નિર્ણયથી તેમને ફાયદો થવાની સંપૂર્ણ શક્યતા છે. લગભગ 9 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે. તેમાંથી અડધા લોકો અહીં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ભણવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયથી લાભ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ