બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Javed Akhtar got angry again on Pakistan told Urdu is indian language

વિવાદ / પાકિસ્તાન પર ફરી ભડક્યા જાવેદ અખ્તર: ઉર્દુને ગણાવી હિંદુસ્તાનની ભાષા, ધર્મ અને ભાષાને લઈને કહી આ વાત

Arohi

Last Updated: 01:46 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાવેદ અખ્તરે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનમાં જઈને ત્યાંના લોકો પર આતંકવાદ પર પ્રહાર કર્યા હતા. જ્યાર બાદ એક્ટરનું નિવેદન ખાસ વાયરલ થયું હતું. હવે જાવેદ અખ્તરનું ફરી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ઉર્દુને પોતાની ભાષા ગણાવી છે.

  • પાકિસ્તાન પર ફરી ભડક્યા જાવેદ અખ્તર
  • ઉર્દુને ભાષાને લઈને આપ્યું નિવેદન 
  • ઉર્દુને ગણાવી ભારતની ભાષા 

જાવેદ અખ્તર ઘણી વખત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરે પોતાની પત્ની શબાના આઝમીની સાથે મળીને હાલમાં જ ઉર્દુ આલ્બમ "શાયરાના સરતાજ" લોન્ચ કર્યો હતો. 

જ્યાં તેમણે ઉર્દુ ભાષાના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું- ઉર્દુ હિંદુસ્તાવનની ભાષા છે. અહીં તેમણે ઉર્દુને હિંદુસ્તાનની ભાષા ગણાવવાની સાથે કહ્યું કે પાકિસ્તાન ભાગલાથી જ આવ્યું છે. 

"ઉર્દુ ક્યાંય બીજેથી નથી આવી હિંદુસ્તાનની ભાષા છે."
જાવેદ અખ્તર અનુસાર ઉર્દુ ભાષાના વિકાસમાં પંજાબનો મોટો રોલ છે. તેમણે કહ્યું, "ઉર્દુ કોઈ બીજી જગ્યાથી નથી આવી. આ અમારી હિંદુસ્તાની ભાષા છે. આ હિંદુસ્તાનથી બહાર ન હતી બોલવામાં આવતી. આ પાકિસ્તાન અથવા ઈજીપ્તની ભાષા નથી. પાકિસ્તાનનું પહેલા કોઈ અસ્થિત્વ જ ન હતું. તે હિંદુસ્તાનમાંથી જ નિકળ્યું છે."

કાશ્મીરને લઈને કહી આ વાત 
જાવેદ અખ્તરે ઉર્દુ વિશે જણાવ્યું કે, "અમે આ ભાષા કેમ છેડી દીધી, પાકિસ્તાનના કારણે? જો પાકિસ્તાનએમ કહે કે કાશ્મીર તેમનું છે તો શું તમે માની લેશો? આ પ્રકારે ઉર્દુ પણ હિંદુસ્તાનની એક ભાષા છે. જેના પર આપણે બધાએ ધ્યાન આપવું જોઈએ. આજકાલ નવી જનરેશન વાળા અંગ્રેજી પર વધારે ફોકસ કરે છે."

તેમણે આગળ કહ્યું, "યુવા પેઢી અને લોકો ઉર્દુ અને હિંદી ઓછી બોલે છે. આપણે હિંદીમાં વાત કરવી જોઈએ. કારણ કે આ આપણી રાષ્ટ્રભાષા છે. જાવેદ અખ્તરે એ પણ કહ્યું કે ભાષાનો સંબંધ કોઈ ખાસ ધર્મથી નથી પરંતુ ક્ષેત્રો પર આધારિત થાય છે. જો ભાષાનો સંબંધ ધર્મથી થાય તો આખા યુરોપમાં એક જ ભાષા બોલવામાં આવત."

પહેલા પણ નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા જાવેદ અખ્તર 
આ પહેલા જાવેદ અખ્તરે લાહોરમાં એક ઈવેન્ટમાં શામેલ થઈને ત્યાંના લોકો પર પ્રહાર કર્યા હતા. જેના બાદ ભારતીય લોકોએ તેમને ખાસ સરાહ્યા હતા. જોકે જાવેદ અખ્તર મોટાભાગે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ