બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / સ્પોર્ટસ / Cricket / Jasprit Bumrah returns to Indian team for T20 series against Sri Lanka

ક્રિકેટ / ગુજરાતની ટીમમાં બૂમરાહને વધારે ઓવર ન નંખાવતા, ગુજરાતે જુઓ શું આપ્યો જવાબ?

Noor

Last Updated: 03:50 PM, 25 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું માનવામાં આવી રહ્યું હતું કે ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ ઈજામાંથી સાજો થઈને રણજી ટ્રોફી મેચ દ્વારા મેદાનમાં વાપસી કરશે. આ જ કારણે બૂમરાહને કેરળ સામેની રણજી ટ્રોફી એલિટ-એ મેચ માટે ગુજરાતની ટીમમાં સામેલ પણ કરવામાં આવ્યો, પરંતુ આજે તેને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ ના કરાતા સુરતના ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે.

  • ગુજરાતની ટીમમાં સામેલ જસપ્રીત બૂમરાહ મેદાનમાં ના ઊતર્યો 
  • પ્લેઇંગ ઈલેવનમાં બૂમરાહને સામેલ ન કરાયો
  • શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ટી-20માં વાપસી કરશે બૂમરાહ

પીઠની ઈજાને કારણે લગભગ ત્રણ મહિનાથી મેદાનથી દૂર રહ્યા બાદ બૂમરાહ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજે શરૂ થયેલી ગુજરાત-કેરળ વચ્ચેની રણજી મેચથી મેદાનમાં ઊતરશે એવી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ બૂમરાહ આજની મેચ માટે મેદાનમાં ઊતર્યો નથી. શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની નિર્ધારિત ઓવરની શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરાયેલો બૂમરાહ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માટે તૈયાર હતો, પરંતુ છેલ્લી ઘડીએ બૂમરાહને લાગ્યું કે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જાન્યુઆરી-૨૦૨૦ પહેલાં વાપસી કરવા ઇચ્છતો નથી. આ જ કારણે તેણે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય સાથે વાત કરી. ગાંગુલી અને જય શાહે હાલ ફક્ત નિર્ધારિત ઓવરના ક્રિકેટ પર ધ્યાન આપવા માટે કહ્યું.

શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-20માં વાપસી કરશે બૂમરાહ

સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇના પસંદગીકારોએ ગુજરાતના ટીમ મેનેજમેન્ટને સૂચના આપી હતી કે તેઓ બૂમરાહ પાસે દિવસની માત્ર આઠથી દસ ઓવર બોલિંગ જ કરાવે, જોકે ગુજરાતના ટીમ મેનેજમેન્ટે આ સલાહને વિનમ્રતાથી નકારી કાઢીને જણાવ્યું હતું કે એક બોલર પાસેથી દિવસમાં મહત્તમ આઠ ઓવર બોલિંગ કરાવવી ટીમ માટે ફાયદાકારક સાબિત નહીં થાય. ત્યાર બાદ સૌરવ ગાંગુલીએ પ્રોટોકોલને બાજુએ હડસેલીએ બૂમરાહને આરામ કરવાની મંજૂરી આપી હતી. હવે સ્પષ્ટ છે કે બૂમરાહ તા. 5 જાન્યુઆરીથી શ્રીલંકા સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીથી જ મેદાનમાં વાપસી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ