બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Jarat High Court has released a notification for the recruitment of Civil Judge

BIG NEWS / ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી માટે બહાર પાડ્યું જાહેરનામું, એક ક્લિકમાં જાણો ઉંમર, પરીક્ષા પદ્ધતિ, ફી પેમેન્ટ અંગે મુખ્ય અપડેટ

Dinesh

Last Updated: 10:35 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court: સિવિલ જજની ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની રહેશે જ્યારે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઇએ

  • સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ
  • 208 સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ
  • ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ 


ગુજરાત હાઇકોર્ટે સિવિલ જજની ભરતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યની અદાલતોમાં 208 સિવિલ જજની ભરતી કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, ભરતીની સંખ્યામાં ફેરફારની સત્તા ગુજરાત હાઇકોર્ટ પાસે રહેશે 

ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ
સિવિલ જજની ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની રહેશે જ્યારે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઇએ. પરીક્ષા પદ્ધતિમાં પહેલા પ્રિલિયમ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સફળ ઉમેદવારોની મેઇન્સ પરીક્ષા લેવામાં આવશે.  ત્યારબાદ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરાશે. ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી અને ઓનલાઇન ફોર્મ હાઇકોર્ટની તેમજ ઓજસ વેબસાઇટ પર મુકાશે. જેમાં ઓનલાઇન ફી પેમેન્ટ ઓપશન પણ ઉપલબ્ધ રહેશે

પ્રિ-બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર
તો બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પ્રિ-બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. પ્રિ-બોર્ડ પરીક્ષા 27 જાન્યુઆરીના બદલે હવે 9 ફેબ્રુઆરીએ લેવાશે. આપને જણાવી દઈએ કે, PM મોદીના 'પરીક્ષા પે ચર્ચા 2024'નો કાર્યક્રમ હોવાથી પ્રિ-બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ધોરણ- 10 બોર્ડના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું કરાયું આયોજન કરાયું છે.

વાંચવા જેવું: GPSCની આ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર નહીં થાય, છોકરીની પ્રેગનન્સીને કારણે ફસાયો પેચ, જાણો મામલો

ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ
ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષા માટેની માહિતી પુસ્તીકા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 જ હતી, પરંતુ હવે તે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે, હવે 22મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ