બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / janmashtami 2023 perform thakur ji abhishek mathura krishna janmashtami

કૃષ્ણ જન્મોત્સવ / જન્માષ્ટમી પર ઘરે કઈ રીતે કરવી જોઈએ પૂજા? બાળગોપાલને રીઝવવા શ્રીકૃષ્ણ પ્રેમીઓ ખાસ જાણી લો વિધિ

Manisha Jogi

Last Updated: 03:36 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આઠમની તિથિ પહેલા દિવસની અડધી રાત્રે વિદ્યમાન હોય તો વ્રત પહેલા દિવસે જ કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવે છે.

  • કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે
  • કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવે છે
  • ભાદ્રપદ કૃષ્ણ માસની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે

કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર ભાદ્રપદ કૃષ્ણ માસની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આઠમની તિથિ પહેલા દિવસની અડધી રાત્રે વિદ્યમાન હોય તો વ્રત પહેલા દિવસે જ કરવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવે છે. 

મથુરામાં જન્માષ્ટમી ક્યારે ઊજવવામાં આવશે?
ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી ઊજવવામાં આવશે. મથુરામાં લાખોની સંખ્યામાં ભક્તો બાંકે બિહારીના દર્શન કરવા માટે આવે છે. 

આ વિધિ સાથે કરો ઠાકોરજીનો અભિષેક

  • સૌથી પહેલા શુદ્ધ જળ તથા પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ તથા પાણી)થી અભિષેક કરો.
  • હવે ગરમ પાણીથી ઠાકોરજીનો અભિષેક કરો.
  • ફૂલોના મધ્યમાંથી લડ્ડૂ ગોપાલનો સહસ્ત્રધારાથી અભિષેક કરો. 
  • ત્યારપછી ચૂર્ણસ્નાન (હળદર) તથા કપૂરથી આરતી કરો.
  • ઠાકોરજી પર ફૂલની વર્ષા કરો
  • ભગવાનને સ્નાન કરાવો. 
  • ભગવાનનો શ્રૃંગાર કરો. 
  • ઠાકોરજીને ભોગ લગાવો. 
  • ભગવાનની આરતી કરીને ઠાકોરજીના અભિષેકની વિધિ સમાપ્ત કરો. 

જન્માષ્ટમીના દિવસે વિશ્વના રક્ષક ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની સ્થાપના માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. આ દિવસ વૈષ્ણવ સમાજ માટે ઉત્સવ જેવો છે. આ દિવસે, ભક્તો માત્ર ભગવાન કૃષ્ણની જન્મજયંતિ જ ઉજવતા નથી, પરંતુ ધાર્મિક માન્યતા છે કે, ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી ભક્તને પૃથ્વી પર જ તમામ પ્રકારના સાંસારિક સુખો પ્રાપ્ત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ