બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Janmashtami 2023: Mathura Vrindavan is decorated like a new bride on the occasion of Shri krishna Janmotsav

જન્માષ્ટમી 2023 / શ્રીકૃષ્ણની જન્મભૂમિમાં કેવો છે માહોલ? લાલાના સ્વાગત માટે વૃંદાવનમાં ભારે ભીડ, ઢોલ-નગારા સાથે જોરદાર ધૂમ, કરો મુખ્ય મંદિરોના દર્શન

Vaidehi

Last Updated: 04:39 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમી મથુરા: કાન્હાની જન્મનગરી શ્રીકૃષ્ણનાં નાદથી ગૂંજી ઊઠી છે. વૃંદાવન-મથુરામાં ભક્તો શોભાયાત્રાઓ કાઢી રહ્યાં છે. દ્રશ્ય જોઈ તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

  • જન્માષ્ટમીનાં દિવસે કૃષ્ણનગરી કૃષ્ણનાદથી ગૂંજી
  • ભક્તો દ્વારા ઠેર-ઠેર નાચ-ગાન સાથે શોભાયાત્રાઓ નિકળી
  • મથુરા-વૃંદાવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

મથુરા-વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મનો પર્વ ઊજવાઈ રહ્યો છે. અહીંનાં મુખ્ય મંદિરોમાં આજે એટલે કે 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રી 12 વાગ્યે કાન્હાનો જન્મ થશે. આ પર્વ પર ગલી-ગલીમાં હરે કૃષ્ણા-હરે કૃષ્ણાનો સાદ સંભળાઈ રહ્યો છે. લલ્લાનાં સ્વાગત માટે મથુરા-વૃંદાવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મથુરાનાં શ્રીકૃષ્ણનાં જન્મસ્થાન મંદિર પર તમામ આયોજન શરૂ થઈ ગયાં છે.

મુખ્યદ્વાર સામે કલાકારોનું નૃત્ય
કાનૂડાની નગરી આજે ચારેયતરફથી કૃષ્ણમય છે. ભક્ત યાત્રાઓ કાઢી રહ્યાં છે અને ગાયન કરી રહ્યાં છે. મંડલીમાં ભજન અને કિર્તન પણ થઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં મુખ્યદ્વાર સામે કલાકારો નૃત્ય કરી રહ્યાં છે. દરેક પોતાના કાન્હાનાં જન્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એટલું જ નહીં મથુરામાં જન્મોત્વનાં ઉત્સાહમાં ભક્તો કૃષ્ણમય બની અને શ્રીકૃષ્ણનાં જન્મસ્થાનથી નગર યાત્રા નિકાળી હતી. જેમાં વિભિન્ન સંસ્કૃતિઓનો મેળ જોવા મળ્યો હતો.

પંચામૃત અને મહૌષધિથી અભિષેક 
ઠાકુર રાધાદામોદર મંદિરમાં ગઈકાલે સવારે 10.30 વાગ્યે વેદ મંત્રોચ્ચાર સાથે ઠાકુરજીનાં ચલ વિગ્રહનું પંચામૃત અને મહૌષધિથી અભિષેક કરવામાં આવ્યું. આ બાદ મનમોહક શ્રૃંગાર દર્શન મોડીરાત સુધી ચાલ્યાં. ઠાકુર રાધાદામોદરનું અભિષેક આચાર્ય તરુણ ગોસ્વામી, આચાર્ય કૃષ્ણ બલરામ ગોસ્વામી તેમજ પૂર્ણચંદ્ર ગોસ્વામી દ્વારા થયું.

વ્રજમાં નિકળી શોભાયાત્રા
વ્રજમાં આજે વિવિધ સંસ્કૃતિઓનો સમાગમ જોવા મળ્યો. બુંદેલખંડ, ભોજપુરી, હરિયાણવી અને વ્રજસંસ્કૃતિનો સમાગમ જોઈ મથુરાવાસીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવેલા ભક્તો આનંદિત થઈ ગયાં. આ શોભાયાત્રામાં 250 લોક કલાકારો જોવા મળ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ