બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar Man omicron positive case big announcement

એક્શન / જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી બાદ તંત્ર સતર્ક, તાબડતોબ લેવાયો મોટો નિર્ણય

Kavan

Last Updated: 09:38 AM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ત્યારે તંત્રએ મોટો નિર્ણય લીધો છે.

  • જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી બાદ તંત્ર સતર્ક
  • મોરકંડા રોડની સોસાયટી સીલ કરાઈ
  • સોસાયટીની ફરતે પતરાની આડશ લગાવાઈ

જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. મોરકંડા રોડની સોસાયટી તાત્કાલિક અસરથી સોસાયટી સીલ કરવામાં આવી છે. તો આ સાથે જ સમગ્ર સોસાયટીની ફરતે પતરાની આડશ પણ મુકવામાં આવી છે. 

200 મીટરના વિસ્તારને સંપૂર્ણ કન્ટેન્મેન્ટ ઝોન

ઉલ્લેખનીય છે કે, 200 મીટરના વિસ્તારને સંપૂર્ણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો આ સાથે જ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ અવરજવર ઉપર પણ તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. 

ગુજરાતમાં 35 લાખ લોકોએ રસીનો પહેલો ડોઝ જ નથી લીધો

તેમજ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસી ગાઈડલાઈનનુ પાલન કરે. કોરના રસીની વાત કરતા મુખ્યસચિવે કહ્યું કે રાજ્યમાં 35 લાખ લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો જ નથી.

જામનગરની રિલાયન્સ હોસ્પિટલમાં દર્દીને કરાયો દાખલ

ઓમિક્રોનને પગલે આરોગ્ય વિભાગથી લઈને મુખ્યમંત્રી સુધી સક્રિયતા જોવાઇ રહી છે. ઝિમ્બાબ્વેથી આવેલા શખ્સનું 30 તારીખે સેમ્પલ લેવામાં આવ્યુ હતું.બાદમાં 1લી તારીખે સેમ્પલને જીનોમ સિકવન્સિંગ માટે મોકલાયુ હતું.બાદમાં ગુજરાત બાયોલોજીકલ સેન્ટરના રિપોર્ટમાં ઓમિક્રોનની પુષ્ઠિ કરવામાં આવી હતી.તથા હાલમાં આ શખ્સને સારવાર અર્થે જામનગરની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મુસાફરોના ચેકિંગના આપ્યા આદેશ

સ્થિતિની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રીએ પણ આરોગ્ય અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વિદેશથી આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ અને આઇસોલેશન સહિતની વ્યવસ્થાને સઘન બનાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. તથા એરપોર્ટ પર પણ વિશેષ તકેદારી રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તથા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુસાફરોનું ચેકિંગ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટની એન્ટ્રી 

દેશભરમાં કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો. 

ટ્રાવેલ હિસ્ટ્રીમાં જેટલા સંપર્કમાં આવ્યા તે તમામના ટેસ્ટ કરવામાં આવ્યા, આખો પરિવાર નેગેટિવ 

નોંધનીય છે કે જામનગરનાં આ શંકાસ્પદ વ્યક્તિ વિશે તંત્ર જાણ થતાં જ ઘરનાં 10 સભ્યોનો તાત્કાલિક કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તમામ ઘરના સભ્યો નેગેટિવ સાબિત થયા હતા. ટ્રાવેલ હિસ્ટ્રી જોવા જઈએ 87 જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા અને ચાર લોકો પ્રવાસમાં સાથે જ હતા. તે તમામ 87નાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

બંને ડોઝ લીધા હોવા છતાં સંક્રમિત થયો 

ચોંકવાનારી બાબત એ છે આ દર્દીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા છતાં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. તંત્ર હવે સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. 

WHOની ટીમ ઓમિક્રોનને પહોંચી વળવા દક્ષિણ આફ્રકા પહોચી

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વિશેષજ્ઞ દળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું છે. આ દળ ગૌંતેંગ પ્રાંતમાં મામલાને પહોંચી વળવાના પ્રયાસોમાં મદદ કરશે. ઓમિક્રોન લગભગ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHOના આફ્રિકાના ક્ષેત્રીય ઈમરજન્સી ડિરેક્ટર ડો. સલામ ગુણે જણાવ્યું કે ઓબ્જર્વેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ માટે વિશેષજ્ઞોની એક ટીમ ગૌતેંગ મોકલવામાં આવી છે. જ્યારે એક દળ પહેલા જ દક્ષિણ આફ્રીકામાં હાજર છે અને જીનોમ અનુક્રમણમાં મદદ કરી રહી છે. 

અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ નોંધાયા

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મહાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ સામે આવ્યા છે, દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મહત્વનું છે કે દુબઈમાં લગ્ન પ્રસંગે 550થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી  30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામલ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે. 

ઓમિક્રોનની દહેશત વચ્ચે એરપોર્ટ સતર્ક

ઓમિક્રોનની દહેશત વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ સતર્કતા વધારી દેવામાં આવી છે, મહત્વનું છે કે UKથી આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ પુણે લેબમાં મોકવામાં આવ્યા છે UKથી પરત ફરેલા દર્દીને અમદાવાદ બહારની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 671 કેસો નોંધાયા

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 671 કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કોરોનાનાં કેસ આવ્યા હતા કેસો જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવા 75 કેસ મળ્યા હતા. આ રીતે બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 134 કેસો નોંધાઈ ચૂક્યા છે. ઇટલીમાં કોરોનાના નવા 17 હજાર 30 કેસો નોંધાયા હતા. ઇટલીમાં એપ્રિલ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોનાનાં કેસો નોંધાયા હતા. ઇટલીમાં કુલ 4 અને ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અને ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસો નોંધાયા છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

થાક લાગવો (Fatigue)
જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકાન મેડિકલ એસોસિએશનના ચેયરપર્સન એન્જિક કોએત્જીએ   (Angelique Coetzee) થાક સહિત નીચે જણાવેલા લક્ષણોને Omicronના સંક્રમિત દર્દીઓમાં જોયા છે. 

શરીરમાં દુઃખાવો   (Body aches & Pains)
કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે. 

Entry of Omicron in Gujarat How to know the symptoms of Omicron how dangerous know the information

માથામાં ખુબ જ દુખાવો (Severe Headache)
Omicron વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે. 

Omicron સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો 
સ્વાદ અને ગંધ ન આવવી   (Loss of Smell/Taste)
કોરોનાના Delta વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ   Omicron વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા. 

નાક બંધ રહેવું   (Severely Blocked Nose)
કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ Omicron વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા. 

ખૂબ વધારે તાવ   (Severe Temperature)
તાવ આવવો અથવા વધારે તાપમાનના કારણે Delta વેરિએન્ટથી સંક્રમિત ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં   ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જોવે લક્ષણો પણ નથી જોવા મળ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ