બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Jammu and Kashmir will have roads like America in next 4 years', Nitin Gadkari's biggest claim

Video / 'આવનારા 4 વર્ષમાં J&Kમાં હશે અમેરિકા જેવાં રોડ', નીતિન ગડકરીનો સૌથી મોટો દાવો

Megha

Last Updated: 10:33 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન ગડકરીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું રોડ નેટવર્ક અમેરિકા જેવું બનાવવામાં આવશે, વિશ્વના લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય છે પણ કાશ્મીર તેના કરતા સારું છે.

  • જમ્મુ-કાશ્મીરનું રોડ નેટવર્ક અમેરિકા જેવું બનાવવામાં આવશે
  • સ્વિટ્ઝરલેન્ડ જાય છે પણ કાશ્મીર તેના કરતા સારું છે
  • સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પડશે 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શ્રીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરનું રોડ નેટવર્ક અમેરિકા જેવું બનાવવામાં આવશે . આ સાથે જ એમને એમ પણ કહ્યું હતું કે આવનાર 3-4 વર્ષમાં રાજ્યમાં ઉત્તમ રસ્તાઓનું નેટવર્ક બનાવવાની યોજના બનાવવામાં આવી છે અને રાજ્યમાં 1 લાખ 25 હજાર કરોડના પ્રોજેક્ટો થઈ રહ્યા છે.

સ્વિટ્ઝરલેન્ડ જાય છે પણ કાશ્મીર તેના કરતા સારું છે
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 45 હજાર કરોડના ખર્ચે 133 કિલોમીટર લંબાઈની 41 મહત્વપૂર્ણ ટનલ બનાવવામાં આવી રહી છે અને હાલમાં આ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કાશ્મીરની તુલના સ્વિટ્ઝર્લૅન્ડ સાથે કહ્યું હતું કે વિશ્વના લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય છે પણ કાશ્મીર તેના કરતા સારું છે.

સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પડશે 
એ સમયે એમને આગળ કહ્યું કે, 'અમે સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવા માટે રસ્તાની બાજુમાં દુકાનો પણ વિકસાવી રહ્યા છીએ, જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, પશ્મીના માર્કેટ બનાવી શકાય છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ 13.5 એકર જમીન બતાવી છે જ્યાં આ માર્કેટ વિકસાવી શકાય છે.

આ સાથે જ ગડકરીએ એમ પણ કહ્યું હતું કે તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે તેમનો ઉદ્દેશ્ય મહત્તમ સ્થાનિક યુવાનોને રોજગાર આપવાનો હોવો જોઈએ.

ઝોજિલા ટનલ પર 5 હજાર કરોડની બચત
કેન્દ્રીય મંત્રી ગડકરીએ જમ્મુ-કાશ્મીરમાં બહુપ્રતિક્ષિત બે ટનલનું પણ નિરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે 2014 થી 2023 સુધી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં 14 ટનલ બનાવી રહી છે. આ સાથે જ ઝોજિલા ટનલ વિશે એમને કહ્યું કે 'ત્રણ વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું અને આ માટે બધાએ ખૂબ મહેનત કરી છે. સંશોધન બાદ અમે આ ટનલ પર 5 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. આ ટનલ 13.14 કિલોમીટર લંબાઈની બની રહી છે. તે એશિયાની સૌથી લાંબી ટનલ છે. આ ટનલ -26 ડિગ્રી તાપમાનમાં પણ કામ કરશે અને અત્યાર સુધી આ ટનલનું કામ 38 ટકા જેટલું પૂરું થઈ ગયું છે.

કેન્દ્રીય મંત્રીનું માનવું છે કે આ ટનલ અને પ્રોજેક્ટ પૂરા થયા બાદ કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં 4 ગણો વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ