બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jaisalmer lath town attacked by mysterious disease dozens sheep and animals dies

નવી સમસ્યા / એક તરફ કોરોના અને બીજી તરફ મહોત્સવની વચ્ચે એકસાથે ડઝન પશુઓનાં મોત, મચ્યો હડકંપ

Premal

Last Updated: 11:23 AM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેસલમેરના લાઠીમાં અજ્ઞાત બિમારીના પ્રકોપથી લોકોના મનમાં દહેશત છવાઇ ગઇ છે. ખરેખર, આ વિસ્તારમાં કોઈ અજ્ઞાત બિમારીના ઝપેટમાં આવવાથી એક ડઝનથી વધુ ઘેટાના મોત થયા છે. હજી પણ પશુપાલકના ઘણા ઘેટા બિમાર જણાવવામાં આવી રહ્યાં છે, જેની પહેલા પશુધનને મોટું નુકસાન થયુ છે.

  • લાઠીમાં અજ્ઞાત બિમારીના પ્રકોપથી લોકોના મનમાં દહેશત છવાઇ
  • અજ્ઞાત બિમારીના ઝપેટમાં આવવાથી 1 ડઝનથી વધુ ઘેટાના મોત
  • પશુપાલકોના ચહેરા પર ચિંતાના વાદળ છવાયા

પશુપાલકોને લાખોનું નુકસાન 

રહસ્યમયી રીતે મોત થયા બાદ પશુપાલકોને હજારોનું નુકસાન થયુ છે. તો બીજી તરફ અજ્ઞાત બિમારીના પ્રકોપથી આખા જિલ્લાના પશુપાલકોના ચહેરા પર ચિંતાના વાદળ છવાયા છે. આ અજબગજબ મામલો સામે આવ્યાં બાદ પશુપાલક પશુપાલક શ્રવણ ખાંએ વહીવટી તંત્રને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરી છે. તો શહેરના બાકી પશુપાલકોનું કહેવુ છે કે જો તેના ઘેટા અને અન્ય પ્રાણીઓને આ બિમારી લાગી તો તેના પરિવારનું ગુજરાત આખરે કેવીરીતે કરીશું. 

મરૂ મહોત્સવ પહેલા નવી મુસીબત

ખરેખર, કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યામાં આવેલા ઉતાર-ચઢાવની વચ્ચે જેસલમેરના જાણીતા મરૂ મહોત્સવને રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી આપ્યાં બાદ પર્યટન વ્યવસાયિકોથી લઇને વહીવટી તંત્રના જવાબદાર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુ એક પ્રવાસનને સંજીવની પ્રદાન કરનારા અને હજારો લોકોને રોજગાર આપવાના નામ પર સરકારે કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને આ આયોજનને મંજૂરી આપી છે. તો આ અજ્ઞાત બિમારીની ચર્ચા હવે શહેરની સરહદોથી વટીને જેસલમેર શહેર સુધી પહોંચી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ