ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે 20 જૂન એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો દિવસ છે. આજે આડિશાના પુરી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. જેમાં સામેલ થવા દેશના ખૂણે-ખૂણેથી ભક્તો પહોંચશે અને ભગવાન જગન્નાથના રથને પોતાના હાથેથી ખેંચીને જીવનના કષ્ટોમાંથી મુક્તિ અપાવવાની પ્રાર્થના કરશે. આજે ફક્ત પુરી જ નહીં પરંતુ દેશમાં ઘણી જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
MPના રતલામમાં પણ આવેલું છે પ્રાચીન જગન્નાથ મંદિર
ઓડિશાના પુરી ઉપરાંત મધ્યપ્રદેશના રતલામમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. આપને જણાવી દઈએ કે, ઓડિશાના પુરીની જેમ જ ભગવાન જગન્નાથજીનું એક મોટું પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના રતલામ ખાતે પણ આવેલું છે. આ મંદિર પણ જમીનથી ઘણું ઊંચું છે અને લાંબી સીડીઓ ચડીને ભગવાનના દર્શન થાય છે. અહીં પણ પૂરી વિધિ-વિધાન અને આસ્થા-શ્રદ્ધાની સાથે દોરડાં ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે.
લગભગ 350 વર્ષ જૂનું છે મંદિર
રતલામના પ્રાચીન રાજમહેલની નજીક ભગવાન જગન્નાથજીનું એક પ્રાચીન વિશાળ મંદિર આવેલું છે. આ મંદિર એટલું જૂનું છે કે તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. મંદિરની કાળા પથ્થરની પ્રાચીન, અદ્ભુત અને દુર્લભ પ્રતિમા પરથી અંદાજ લગાવવામાં આવે છે કે આ લગભગ 350 વર્ષ જૂનું મંદિર છે. એવું કહેવાય છે કે રતલામ મંદિરની ભગવાન જગન્નાથની પ્રતિમા જે દુર્લભ પથ્થરમાંથી બનેલી છે, તેમાં સોનાને ઓળખવાની શક્તિ છે.
ADVERTISEMENT
મંદિરની અન્ય પ્રતિમાઓ પણ છે ખાસ
આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની પણ પ્રાચીન પ્રતિમાઓ છે. મંદિરની બહાર ગણેશજી અને હનુમાનજીની પ્રતિમા લોકોને ઘણી આકર્ષિત કરે છે.
પુરીથી લાવવામાં આવે છે મૂર્તિઓ
આ મંદિરેથી પણ દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રામાં કાષ્ટ (એક ખાસ પ્રકારના લાકડા)ની મૂર્તિઓ ખાસ લાવવામાં આવે છે. આ મૂર્તિઓ ઓડિશાના પુરીથી જ લાવવામાં આવી છે. આ મૂર્તિઓને રથમાં રાખીને દોરડા વડે ખેંચીને રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો