બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / it department raid on allu arjun starrer movie pushpa makers mythri movie makers production house

દરોડા / 'પુષ્પા' ફિલ્મનું મેકિંગ કરનાર પ્રોડક્શન હાઉસ પર IT ત્રાટકી, 3 માલિકોના 15 ઠેકાણા પર દરોડા, આ માહિતી ખંગોળી

Premal

Last Updated: 08:18 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ પુષ્પાને બનાવનારા પ્રોડક્શન હાઉસ પર આવક વેરા વિભાગના દરોડા. આ પ્રોડક્શન હાઉસનુ નામ મૈત્રી મૂવી મેકર્સ છે. જેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનુ નિર્માણ પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ કર્યુ છે.

  • ફિલ્મ પુષ્પાને બનાવનારા પ્રોડક્શન હાઉસ પર ITના દરોડા
  • પ્રોડક્શન હાઉસે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોનુ નિર્માણ કર્યુ છે
  • ત્રણ માલિકોના 15 ઠેકાણા પર પાડ્યા દરોડા

પ્રોડક્શન હાઉસ મૈત્રી મૂવી મેકર્સ સામે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા 

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાએ બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને પણ થિયેટરોમાં ધમાલ મચાવી હતી. દમદાર કમાણી બાદ હવે ફિલ્મને બનાવનારું પ્રોડક્શન હાઉસ મૈત્રી મૂવી મેકર્સ સામે ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આવક વેરા વિભાગને આશંકા છે કે આ પ્રોડક્શન હાઉસમાં એનઆરઆઈએ પણ પૈસા લગાવ્યાં છે. 

આવકવેરા વિભાગે આશરે 15 ઠેકાણા પર પાડ્યા દરોડા

આવકવેરા વિભાગે કંપનીના માલિકો નવીન અર્નેની, યલમંચિલી રવિશંકર અને યેરૂકુરી મોહનના આશરે 15 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ ત્રણેય રહેઠાણો પર પણ દરોડા પાડ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારી અલગ-અલગ રાજ્યોમાંથી હૈદ્રાબાદ પહોંચ્યા અને સોમવારે કંપનીની ઓફિસ, માલિકોના રહેઠાણ અને અન્ય ઠેકાણા પર દરોડા પાડ્યા. 

ઘણી મોટી ફિલ્મો બનાવી ચૂક્યા છે મૈત્રી મૂવી મેકર્સ 

મહત્વનું છે કે, મૈત્રી મૂવી મેકર્સે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોનુ નિર્માણ પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ કર્યુ છે. જેમાં સૌથી તાજુ માપ અલ્લૂ અર્જુનની પુષ્પાનુ છે. આ ફિલ્મના માત્ર હિન્દી વર્ઝને જ 106 કરોડ રૂપિયાથી પણ વધુનો બિઝનેસ કર્યો હતો. આ ઉપરાંત તેમની કુલ કમાણી 350 કરોડ રૂપિયાથી પણ વધુ રહી હતી. 

પુષ્પા સિવાય પણ અનેક ફિલ્મો બનાવી 

પુષ્પા સિવાય આ પ્રોડક્શન હાઉસે શ્રીમાનથુડૂ, જનતા ગૈરાજ, રંગસથલમ, ઉપ્પેના અને સરકારું વારી પાટા (એસવીપી) જેવી અનેક શાનદાર ફિલ્મો બનાવી છે. એસવીપીમાં મહેશ બાબુ જોવા મળ્યા હતા અને આ ફિલ્મે પણ બૉક્સ ઑફિસ પર સારો વેપાર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ