બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / israel gaza hamas palestine attack india sent aid to gaza via egypt

સહાય / મદદ માટે સૌથી આગળ આવે એ ભારત: પેલેસ્ટાઇનના લોકો માટે દવાઓ, ગાદલાં સહિત જરૂરિયાતની વસ્તુઓ લઈને વિમાન રવાના

Malay

Last Updated: 12:39 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Gaza Attack: ભારતીય વાયુસેનાનું C-17 વિમાન લગભગ 39 ટન જેટલી સામગ્રી સાથે ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી માહિતી.

  • યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઈનને મોકલી મદદ
  • ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ ઈજિપ્ત જવા રવાના
  • ભારતે વાયુસેનાના વિમાનમાં મોકલી 39 ટન સામગ્રી

Israel Palestine Attack: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે પેલેસ્ટાઈનીઓને માનવતાવાદી સહાય મોકલી છે. ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ લગભગ 6.5 ટન મેડિકલ અને 32 ટન ડિજાસ્ટર રિલીફ (disaster relief) સામગ્રી લઈને ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું છે. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે (22 ઓક્ટોબર) આપી છે.

Image

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કરી પોસ્ટ
અરિંદમ બાગચીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે કે, ''પેલેસ્ટાઈની લોકો માટે લગભગ 6.5 ટન મેડિકલના સાધનો-દવાઓ અને 32 ટન રાહત સામગ્રી લઈને IAF C-17 વિમાન ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું છે'' માનવીય સહાય તરીકે ભારતે લગભગ 6.5 ટન જેટલી મેડિકલ સહાય તથા 32 ટન જેટલી ડિઝાસ્ટર રિલીફ મટીરિયલ એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ મોકલી છે. ભારત દ્વારા મોકલવામાં આવેલી સામગ્રીમાં જીવનરક્ષક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

જો બાઈડને ઈજિપ્તના રાષ્ટ્રપતિને કરી હતી અપીલ
નોંધનીય છે કે, ગાઝાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વના ઘણા દેશોએ પેલેસ્ટાઈનીઓ માટે મદદ સામગ્રી મોકલવાની અપીલ કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને ફોન કરીને સરહદ ખોલવાની અપીલ કરી હતી, જેથી કરીને ત્યાંના લોકોને મદદ પહોંચાડી શકાય. આ પછી લગભગ 20 ટ્રક ભરીને વસ્તુઓ ગાઝામાં મોકલવામાં આવી ચૂકી છે. 

પીએમ મોદીએ પણ કરી હતી વાતચીત
આ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 ઓક્ટોબર ગુરુવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક પણ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે અલ અહલી હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં લગભગ 500 લોકોના મોત થયા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ