બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 03:55 PM, 8 February 2024
ADVERTISEMENT
દરેક બાળકોને ચંદા મામા ખૂબ ગમતા હોય છે. પણ શું તમે જાણો છો દરેક વ્યક્તિનાં મનમાં ચંદ્રને લઈને એક ખોટી માન્યતા છે. જેને અમેરિકાની સ્પેસ એજેંસી નાસા [NASA] એ દૂર કરી છે. તેમા એવું છે કે ચંદ્રનો જે ભાગ લોકો જોઈ શકતા ન હતા, તે ભાગ ડાર્ક સાઇડ માનવામાં આવતો હતો. લોકો એવું માને છે કે ચંદ્રનાં આ ભાગ પર ક્યારેય સૂર્ય પ્રકાસ નહીં પડતો હોય. જેના કારણે ત્યાં અંધારું હોય છે. જેને લઈને નાસાએ એક મોટો ખુલાસો કર્યો છે.
નાસાએ કર્યો એક મોટો ખુલાસો
નાસાએ ચંદ્રનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને જણાવ્યું છે કે ચંદ્ર પર કોઈ ડાર્ક સાઇડ નથી. ચંદ્રના જે ભાગને લોકો ડાર્ક સાઇડ કહે છે ત્યાં આગળ પણ સૂર્યની રોશની બરાબર પહોંચે છે. આ વાત અલગ છે કે ચંદ્રનો આ ભાગ લોકોને તેના ઘરથી નથી દેખાતો.
ADVERTISEMENT
ચંદ્રની ડાર્ક સાઇડ પર શું છે
નાસાએ જણાવ્યું છે કે, ચંદ્રની જે બાજુને ડાર્ક સાઇડ તરીકે ઓળખવામાં આવે છે, તેની ઘણી વિશેષતાઓ છે. તે જગ્યા પર કેટલાક મારિયા અને બેસાલ્ટિક મેદાન છે. જે જ્વાળામુખીનાં ફાટવાને કારણે બન્યા છે. મારિયા સાગરને કહેવામાં આવે છે. આ મારિયા શબ્દ લેટિન ભાષાનો શબ્દ છે. પહેલા ખગોળશાસ્ત્રીઓએ વિચાર્યું હતું કે, ચંદ્રનાં આ ડાર્ક સાઇડ પર મહાસાગર હશે.
જાણવા જેવું: શું થયું ચંદ્રયાનનું? ચંદ્રમા પર બનેલી અસાધારણ ઘટનાથી નાસા હેરાન, પૃથ્વી જેવું અહીં પણ બન્યું
ચંદ્રની ડાર્ક સાઇડ કેમ દેખાતી નથી
ચંદ્રનો પરિક્રમા કરવાનો સમય અને તેની ધરી પર ફરવાનો સમય એક જ છે. ચંદ્રને પૃથ્વીને ફરતે એક ચક્કર લગાવતા એક મહિનો લાગે છે. આ કારણે લોકોને ચંદ્રની ડાર્ક સાઇડ નથી દેખાતી. આ સાથે જાણી લો કે નાસાએ જે ચંદ્રનો ફોટો શેર કર્યો છે, તેમા ચંદ્ર પરનાં મોટા ખાડાઓ દેખાય રહ્યા છે. ચંદ્રનો આ ફોટો ટોહી ઓર્બિટરમાંથી લેવામાં આવ્યો છે. 2009 અને 2011 ની વચ્ચે લગભગ 15 હજાર ફોટો લેવામાં આવ્યા હતા. આ બધાને જોડીને એક મોઝેક બનાવવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વ્હાઈટ કે બ્લેક હાઉસ / US પ્રેસિડન્ટ માટે બનેલું વ્હાઈટ હાઉસ વહેમવાળું, અંદર ફરી રહ્યાં છે ભૂત, મોટી હસ્તીઓએ જોયાં
સેક્સ સ્કેન્ડલથી હડકંપ / રાષ્ટ્રપતિની બહેનથી માંડીને મંત્રીની વાઈફ, અય્યાશ ઓફિસરે કોઈને ન છોડ્યાં, 400 વીડિયો વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.