બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:45 PM, 29 January 2024
ADVERTISEMENT
ઓગસ્ટ 2023માં ચંદ્ર પર ઉતરેલા ભારતના ચંદ્રયાનને લઈને ફરી પાછા સમાચાર આવ્યાં છે. ભારતે ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન ઉતાર્યું હતું. લેન્ડીંગના 6 મહિના બાદ ત્યાં કેવી સ્થિતિ છે તેને લઈને નાસાએ એક ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. અવકાશયાત્રીઓન ઉતારવાનો નાસાનો પ્લાન છે તે ઠેકાણે મોટા ભૂકંપ આવ્યાં હોવાનું સ્ટડીમાં સામે આવ્યું છે.
ચંદ્ર સંકોચાઈ રહ્યો છે
ચંદ્રયાન લેન્ડીંગ બાદ નાસાએ ચંદ્રને લઈને એક સ્ટડી કર્યો હતો જે પ્લેનેટરી સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો. અધ્યયનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે કે આ વિસ્તાર તાજેતરમાં ધરતીકંપની દ્રષ્ટિએ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્ર સંકોચાઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ અભ્યાસનું નેતૃત્વ વોશિંગ્ટનની સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના ટોમ વોટર્સે કર્યું હતું. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ભૂકંપના ગંભીર આંચકા આવી શકે તેવા સંકેત મળી રહ્યા છે. જાણકારી અનુસાર આ કંપન પાછળ હાલની ખામી કે નવા થ્રસ્ટ ફોલ્ટ હોઇ શકે છે, જેના કારણે ચંદ્ર સંકોચાઇ રહ્યો છે. નાસાના લૂનર રિકોનિસન્સ ઓર્બિટર (એલઆરઓ)એ ચંદ્રના પોપડામાં હજારો નાના, યુવાન થ્રસ્ટ ફોલ્ટને શોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
ચંદ્રયાનના લેન્ડીંગ પોઈન્ટ સાઉથ પોલ પર ભૂકંપનો મોટો આંચકો
ચંદ્ર પર સૌથી વધુ આંચકો જે આવ્યો તે દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં જ હતો. તે એપોલો પેસિવ સિસ્મિક નેટવર્ક દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. હવે નાસા એ પણ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે ચંદ્ર પર આવી કેટલી ગતિવિધિઓ થઈ રહી છે. ટીમે ચંદ્રના દક્ષિણ-ધ્રુવીય ક્ષેત્રમાં સપાટીના ઢોળાવની સ્થિરતાનું મૂલ્યાંકન કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે રેગોલિથ કેટલાક વિસ્તારોમાં નાની ધરતીકંપ પ્રવૃત્તિ સાથે પણ ભૂસ્ખલનનું જોખમ હોઈ શકે છે. અહીં બરફ પડવાનું પણ જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.