બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Irans shocking claim amid Israel-Hamas war

ઈઝરાયલ-હમાસ જંગ / ઇરાને કહ્યું '...તો હમાસ બંધક બનાવેલા લોકોને છોડવા તૈયાર', ઇઝરાયલે કહ્યું 'અમારી પરીક્ષા ન લે'

Kishor

Last Updated: 09:37 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા અટકાવી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડી દેવા તૈયાર છે.

  • ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે ઇરાનનો ચોંકાવનારો દાવો
  • ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે જંગ
  • ...તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડી દેવા તૈયાર

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ લોહિયાળ જંગ દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. આ યુદ્ધમાં બન્ને દેશના લગભગ ચાર હજાર લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે.જેમાં ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા અટકાવી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડી દેવા તૈયાર છે. જો કે આ મામલે હમાસ તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી.

પૂરતી સૈન્ય ક્ષમતા છે.

નાસિર કાનાનીએ દાવો કરી કહ્યું કે હમાસે યુદ્ધ દરમિયાન ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેને મુક્ત કરવાની દિશામાં તૈયારી કરી રહ્યું છે. જો કે, શરત એટલી છે કે જો ઇઝરાયેલ ગાઝાના જુદા જુદા ભાગો પર સતત બોમ્બમારો અટકાવી દેશે તો હમાસ બંધકોને મુક્ત કરવાની દિશામાં કાર્યવાહી કરી શકે છે.બીજી બાજુ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનનીએ એવુ પણ કહ્યું કે હમાસને આ યુદ્ધ ચાલુ રાખવામાં પણ વાંધો નથી કારણ કે તેમની પાસે ઇઝરાયેલનો સામનો કરવા માટે પૂરતી સૈન્ય ક્ષમતા છે.

વિદેશ મંત્રાલયે અમેરિકા પર પણ શાબ્દિક હુમલો કર્યો
સાથે જ ઇરાને ઇઝરાયેલને ચેતવણીભર્યા શબ્દોમાં એવું પણ કહ્યું હતું કે જો આગામી દિવસોમાં ગાઝામાં આવી જ રીતે હિંસક હુમલા કરવામાં આવશેમ તો ઈરાન પણ યુદ્ધમાં ઝંપલાવી શકે છે. સાથે જ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર પણ શાબ્દિક હુમલો કર્યો હતો તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ પાછળ અમેરિકા જ જવાબદાર છે.

અમારી પરીક્ષા ન કરો
તો ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપી કહ્યું કે અમારી પરીક્ષા ન લ્યો. વધુમાં હમાસને હરાવવા માટે વિશ્વને એક થવાની જરૂર છે. તેણે કહ્યું, "આ યુદ્ધ તમારું પણ યુદ્ધ છે.એવું પણ કહ્યું કે આ યુદ્ધ અંધકારની શક્તિઓ સામે અસ્તિત્વની લડાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ