બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ipl auction players list ipl 2024 base price full details

સ્પોર્ટ્સ / IPL 2024 Auctionનું સંપૂર્ણ લિસ્ટનું એલાન, 333 ખેલાડીઓ, 77 જગ્યા માટે લાગશે બોલી, આ ખેલાડીઓ પર કરોડોનો થશે વરસાદ

Manisha Jogi

Last Updated: 09:38 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે.

  • IPL હરાજીમાં ખેલાડીઓ પર થશે કરોડોનો વરસાદ
  • દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે
  • 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે

IPL 2024 પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ IPLની હરાજી થશે, જે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ હરાજી માટે બધી ટીમોએ તૈયારી કરી લીધી છે. BCCIની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 214 ભારતીય ખેલાડી અને 119 વિદેશી ખેલાડી છે. 

આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. કુલ 333 ખેલાડીઓમાંથી 111 કેપ્ડ પ્લેયર છે અને 215 અનકેપ્ડ પ્લેયર છે. ટીમ પાસે કુલ 77 ખેલાડીઓની જગ્યા છે, 333 પ્લેયર્સમાંથી 77 ખેલાડી જ વેચાશે. 

આ લિસ્ટમાં 23 ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1 કરોડ, 50 લાખ, 30 લાખ અને 10 લાખ રૂપિયા છે. હરાજીના થોડા સમય પહેલા જ તમામ ટીમોએ રિલીઝ અને રિટેન કરેલ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાંથી અનેક પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા. 

IPL હરાજીમાં અનેક નામ એવા છે, જે જાણીને ચોંકી જશો. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ હરાજીમાં શામેલ છે. ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિંસ અને જોશ ઈંગ્લિસ પણ હરાજીમાં શામેલ થશે. આ તમામ ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ