બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Win or lose teams earn crores players don't spend a penny

સ્પોર્ટ ન્યૂઝ / IPL 2024: જીત થાય કે હાર! આઇપીએલની એક સિઝનમાં ટીમ છાપે છે આટલા રૂપિયા, આંકડો અબજોમાં

Pravin Joshi

Last Updated: 12:48 AM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં ખેલાડીઓની સાથે ટીમો પણ મોટી આવક મેળવે છે. ટીમો તેમની કમાણીનો માત્ર એક ભાગ ખેલાડીઓ પર ખર્ચ કરે છે.

IPL 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે. આ સિઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સિઝનમાં ચેમ્પિયન બની હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. સિઝનની પ્રથમ મેચ રસપ્રદ રહેશે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આ ટીમો જીતે કે હારે, તેનાથી તેમની કમાણી પર બહુ ફરક પડતો નથી. એક રિપોર્ટ અનુસાર, આ ટીમો 400 થી 500 કરોડ રૂપિયા કમાય છે. IPLમાં ખેલાડીઓ મોટી કમાણી કરે છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. KKR તેની આવકનો માત્ર એક ભાગ સ્ટાર્ક અને અન્ય ખેલાડીઓ પર ખર્ચ્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પર હશે ગુજરાત ટાઈટન્સની નજર! એક વર્ષ પછી કરવા જઈ  રહ્યો છે વાપસી, બજેટની નથી કોઈ ચિંતા / IPL 2024: Gujarat Titans Eyeing  World Champions ...

IPLની દરેક ટીમની કમાણી 400 થી 500 કરોડ રૂપિયા

જો આપણે આઈપીએલ ટીમોની કમાણી વિશે વાત કરીએ તો તે ઘણી વધારે છે. બિઝનેસ લાઈને માર્ચ 2023માં ડી એન્ડ પી એડવાઈઝરીના મેનેજિંગ પાર્ટનર સંતોષ એન સાથેનો ઈન્ટરવ્યુ પ્રકાશિત કર્યો હતો. આ હિસાબે IPLનો સેન્ટ્રલ પૂલ 9000 થી 10000 કરોડ રૂપિયાની આસપાસ છે. તેનો 50 ટકા હિસ્સો ટીમો વચ્ચે વહેંચાયેલો છે. આ હિસાબે દરેક ટીમને લગભગ 450 થી 500 કરોડ રૂપિયા મળે છે.

IPL 2024માં ગુજરાત ટાઈટન્સ જ નહીં, આ બે ટીમો પણ નવા કેપ્ટન સાથે ઉતરશે  મેદાનમાં, જાણો કોણ સંભાળશે કમાન | Not only Gujarat Titans in IPL 2024,  these two teams will also

IPLમાં કમાણીનાં માધ્યમ શું છે ?

IPLમાં ફ્રેન્ચાઇઝી અને લીગ પાસે કમાણીનાં ઘણા સ્ત્રોત છે. આનો મોટો ભાગ મીડિયા પ્રસારણ અધિકારોમાંથી આવે છે. આઈપીએલના રાઈટ્સમાંથી મોટી કમાણી થઈ હતી. આ અધિકારો 5 વર્ષથી વેચવામાં આવ્યા છે. IPL સ્પોન્સરશિપથી પણ સારી એવી કમાણી કરે છે. દરેક ટીમની જર્સી પર સ્પોન્સર્સના લોગો છપાયેલા હોય છે. આ સાથે મેચ દરમિયાન સ્ટેડિયમમાં ઘણી જગ્યાએ જાહેરાતો લગાવવામાં આવે છે.

Topic | VTV Gujarati

વધુ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સમાંથી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી 'આઉટ', પાકિસ્તાનથી આવશે નવો તોફાની બોલર

ખેલાડીઓ પર કેટલો ખર્ચ થાય છે?

જો ખેલાડીઓના ખર્ચની વાત કરીએ તો તે આવક કરતા ઘણો ઓછો છે. દરેક ટીમ હરાજી માટે 100 કરોડ રૂપિયાનું પર્સ રાખે છે. આમાં તેણે પોતાના માટે ખેલાડીઓ ખરીદવા પડશે. આ ખર્ચની સાથે ટીમ હોટલ, ફૂડ અને એસેસરીઝ પર પણ ખર્ચ થાય છે. પરંતુ આ તમામ ખર્ચ આવક કરતા ઓછો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ