બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ipl 2024 why shubman gill get the captaincy of gujarat titans connection with team india capatin

આવા દે / શુભમન ગિલને બનાવાયો ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન, શું ટીમ ઈન્ડિયાના ફ્યુચર પ્લાન સાથે છે કોઈ ખાસ કનેક્શન? જાણો 5 કારણ

Manisha Jogi

Last Updated: 01:29 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાએ પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

  • શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા
  • ગિલને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ શા માટે સોંપવામાં આવી?
  • ગિલને કેપ્ટનશીપ સોંપવા માટે આ મુખ્ય 5 કારણ જવાબદાર

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. હાર્દિક પંડ્યાએ પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

ગત સિઝનમાં રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન હતા. કેટલીક મેચોમાં રાશિદ ખાન હાર્દિકની જગ્યાએ કેપ્ટનશીપ કરતા હતા, પરંતુ તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા નથી. શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ શા માટે સોંપવામાં આવી? તે માટે મુખ્ય 5 કારણ જવાબદાર છે. જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શુભમન ગિલની ઉંમર
શુભમન ગિલ 24 વર્ષના છે, જેથી ટીમ સાથે જોડાઈને ખેલાડીઓનું કોમ્બિનેશન તૈયાર કરી શકે છે. આ ઓછી ઉંમરના કેપ્ટન ખેલાડીઓ સાથે સહજ રહે છે. શુભમન ગિલ ધોની પાસેથી પ્રેરણા લઈ શકે છે. ધોનીએ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટના ખેલાડી હતી. તેમના નેતૃત્ત્વમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, ઝહીર ખાન, આશીષ નહેરા, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સેહવાગ સહિત અનેક ખેલાડીઓએ મેચ રમી છે. 

શું શુભમન ગિલ ભારતીય ટીમના આગામી કેપ્ટન હશે?

શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં મેચ રમી શકે છે. વર્ષ 2018માં U19 મેચ માટે શુભમન ગિલ ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રહી ચૂક્યા છે, તે સમયે પૃથ્વી શૉ કેપ્ટન હતા. શુભમન ગિલ તે સમયે ડિસીઝન મેકિંગ ખેલાડીઓમાં શામેલ હતા. U19 ટુર્નામેન્ટમાં શુભમન ગિલે પાકિસ્તાન સામેની મેચમાં 102* સહિત 302 રન કર્યા હતા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યા હતા.

નેશનલ સિલેક્ટર રહી ચૂકેલ ભૂપિંદર સિંહે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, શુભમન ગિલ પર કેપ્ટનશીપનો બોજ નાખવો તે ખૂબ જ ઉતાવળ હશે. ગિલ ભારતના દિગ્ગજ બેટ્સમેન બનવાની ક્ષમતા ધરાવે છે. રોહિત શર્મા કેપ્ટનશીપ છોડશે તે સમયે ગિલ પહેલી પસંદગી બની શકે છે. 

કેપ્ટન તરીકે સારા ક્રિકેટર બનશે
IPL ટીમનું નેતૃત્ત્વ કરીને શુભમન ગિલ વધુ સારા ક્રિકેટર બની શકે છે. ધોની, કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને ટીમનું નેતૃત્ત્વ કરવાની જવાબદારી મળતા તેમના પર્ફોર્મન્સમાં સુધારો થયો. શુભમન ગિલે IPL 2023માં ઓરેન્જ કેપ પુરસ્કાર જીત્યો હતો. 

શુભમન ગિલ અમદાવાદમાં ફેમસ
શુભમન ગિલ અમદાવાદમાં વધુ પોપ્યુલર છે. શુભમન ગિલે અમદાવાદમાં શાનદાર બેટીંગ કરી છે. શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ માટે રમતા હોય કે ભારતીય ટીમ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં તેમનો સ્કોર હંમેશા આકર્ષક રહ્યો છે. 

ગુજરાત ટાઈટન્સ માટે ફાયદાકારક
હાર્દિક પંડ્યાને 2022માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનાવવામાં આવતા અનેક લોકોએ  વાંધો ઉઠાવ્યો હતો. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાને કારણે ઘણા સમયથી બ્રેક પર હતા. આ સ્તર પર  હાર્દિક પંડ્યાએ ક્યારેય પણ આ સ્તર પર કેપ્ટનશીપ કરી નથી. જ્યારે જ્યારે ગુજરાત ટાઈટન્સ દ્વારા કેપ્ટન બનાવવાની ચીકા કરવામાં આવી ત્યારે તે બાબત ગુજરાત ટાઈટન્સ માટે લકી સાબિત થઈ છે. 

IPL 2023માં શુભમન ગિલનું પ્રદર્શન
શુભમન ગિલ વર્ષ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા અને તેમણે ઓરેન્જ કેપ પુરસ્કાર જીત્યો હતો. શુભમન ગિલે 17 મેચમાં 59.33ની સરેરાશથી 890 રન કર્યા હતા. 24 વર્ષીય શુભમન ગિલે વર્ષ 2018માં કોલકાતા નાઈટ રાઈડર્સથી IPL ડેબ્યૂ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ