બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ipl 2023 mahendrasingh Dhoni ajinkya rahane batting in csk vs kkr match his price is only 50 lakh

ક્રિકેટ / CSKના આ ખેલાડીને ધોનીએ બનાવી દીધો સ્ટાર, જેનો IPLમાં તમામ લોકોએ સાથ છોડી દીધેલો

Manisha Jogi

Last Updated: 12:01 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીનું શાનદાર પ્રદર્શન જોઈને તમામ લોકો પરેશાન છે. આ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે.

  • ધોનીની કેપ્ટનશીપ હેઠળ આ ખેલાડીનું શાનદાર પ્રદર્શન.
  • આ ખેલાડીનું શાનદાર પ્રદર્શન જોઈને ફેન્સ હેરાન.
  • ખરાબ પ્રદર્શન કર્યા પછી ખેલાડીએ કરી શાનદાર બેટીંગ.

IPL 2023: ઈડન ગાર્ડન્સમાં રવિવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. CSKએ KKRને 49 રનથી હરાવ્યું હતું. CSKની જીતમાં અજિંક્યા રહાણેનું સૌથી વધુ યોગદાન રહ્યું છે. આ મેચમાં અજિંક્યા રહાણેએ 29 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 71 રન કર્યા છે. આ ઈનિંગમાં અજિંક્યા રહાણેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ પ્રદર્શન કર્યા પછી આ વર્ષે શાનદાર બેટીંગ કરી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ અજિંક્યા રહાણેનું શાનદાર પ્રદર્શન જોઈને તમામ લોકો પરેશાન છે. રહાણેની આ ઈનિંગ પછી ફેન્સ કહી રહ્યા છે કે, ધોનીએ અજિંક્યા રહાણેને સ્ટાર બનાવી દીધો. 

CSK ની સૌથી મોટી જીત
IPL 2023 માટે થયેલ હરાજીમાં CSKએ અનેક મોટા ખેલાડીઓને ટીમમાં શામેલ કર્યા છે.  અજિંક્યા રહાણેએ હરાજી દરમિયાન બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી હતી. રહાણેના ખરાબ પ્રદર્શનને કારણે લોકોને લાગી રહ્યું હતું કે, આ વર્ષે કોઈપણ ટીમ રહાણેને નહીં ખરીદે. CSKએ રહાણે પર બોલી લગાવી અને આ બેઝ પ્રાઈસમાં તેમની સ્ક્વેડ શામેલ કરી લીધા. હરાજી પછી CSKને લાગ્યું હતું કે, રહાણે પર 50 લાખની બોલી લગાવીને ભૂલ તો નથી કરી ને. રહાણે CSKના આ વિચારને ખોટો સાબિત કરી દીધો હતો. 

 

KKR પર પૂર્વ ખેલાડી ભારે પડ્યો
IPL ની અગાઉની સીઝનમાં અજિંક્યા રહાણે કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતા. KKRએ એક કરોડ રૂપિયામાં રહાણેની ખરીદી કરી હતી. KKR માટે રમતા સમયે રહાણેએ 7 મેચમાં 19ની સરેરાશથી 103.91ના સ્ટ્રાઈક રેટથી 133 રન કર્યા હતા. CSK ટીમમાં આવતા જ રહાણે શાનદાર બેટીંગ કરી રહ્યા છે. આ વર્ષે તેમણે 5 મેચમાં 199.05ના સ્ટ્રાઈક રેટ અને 52.25ની સરેરાશથી 209 કર્યા છે. આ દરમિયાન તેમણે બે અડધી સદી પણ ફટકારી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ