બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / investment tips post office scheme start investing from 500 and get return in lakhs

તમારા કામનું / પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, જેમાં 500 રૂપિયાથી શરૂઆત કરો, ને બનો લાખોપતિ!

Arohi

Last Updated: 10:41 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Scheme: સરકારી સ્કીમમાં પૈસા લગાવીને તમે સારો ફાયદો મેળવી શકો છો. મોદી સરકાર ઘણી એવી સ્કીમ ચલાવે છે જેમાં મેચ્યોરિટી પર તમને મેટુ રિટર્ન મળી શકે છે.

આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે 500 રૂપિયાથી ઓછું પણ રોકાણ કરી શકો છો. તમે શરૂઆતમાં 500 રૂપિયા લગાવી શકો છો અને બાદમાં જો યોગ્ય લાગે તો તમે પોતાના રોકાણને વધારી શકો છો. જાણો એવી સ્કીમ વિશે જ્યાં તમે 500થી પણ ઓછાનું રોકાણ કરી શકો છો. 

PPFમાં લગાવો પૈસા 
તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતુ ખોલાવી શકો છો. આ સ્કીમમાં તમે વાર્ષિક ઓછામાં ઓછુ 500 રૂપિયા અને વધારેમાં વધારે 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ રોકાણ તમે 15 વર્ષ માટે કરી શકો છો. જો તમે 500 રૂપિયા લગાવો છો તો વાર્ષિક તમને 6000 રૂપિયા જમા થઈ જશે. 

PPFમાં મળશે 4,12,321  
PPF પર હાલના સમયમાં 7.1 ટકાના હિસાબથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એવામાં દર મહિને 500 રૂપિયા આ સ્કીમમાં જમા કરીને તમે 7.1 ટકા વ્યાજના હિસાબથી 15 વર્ષમાં 1,62,728 રૂપિયા જોડી શકો છો. જો તમે તેને 5.5 વર્ષ માટે વધારો છો તો 20 વર્ષમાં 2,66,332 રૂપિયા અને 25 વર્ષમાં 4,12,321 રૂપિયા જોડી શકો છો. 

સુકન્યા સમૃદ્ધિમાં 250 રૂપિયાથી કરો રોકાણ 
તમે તમારી દિકરીના નામ પર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તેમાં મિનિમમ 250 રૂપિયાનું રોકાણ અને વધારેમાં વધારે 1.5 લાખનું રોકાણ કરી શકો છો. 

SSYમાં મળશે 2,77,103 
હાલના સમયમાં તેના પર 8.2 ટકાના હિસાબથી વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં 500 રૂપિયા મહિનાના હિસાબથી પણ રોકાણ કરો છો તો 15 વર્ષોમાં કુલ 90,000 રૂપિયા જમા કરાવવા પડશે અને 8.2 ટકા વ્યાજના હિસાબથી 21 વર્ષ બાદ તમને 2,77,103 રૂપિયા મળશે. 

વધુ વાંચો: કઇ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાથી તમને મળશે બેસ્ટ રિટર્ન, જાણો ફાયદા અને ટિપ્સ

પોસ્ટ ઓફિસ આરડી 
તમે પોસ્ટ ઓફિસમાં આરડી પણ કરાવી શકો છો. તમે તેમાં 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. હાલના સમયમાં આ સ્કીમમાં 6.7%ના હિસાબથી વ્યાજ મળી રહ્યું છે. જો તમે આ સ્કીમમાં દર મહિને 500 રૂપિયા જમા કરાવો તો 5 વર્ષ બાદ તમને 35,681 રૂપિયા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ