બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / international yoga day people of 180 nation will take part in un lead by pm modi

International Yoga Day / આખા વિશ્વને સમજાયું યોગનું મહત્વ: UNમાં PM મોદી કરશે આગેવાની, 10-15 નહીં 180 દેશોના પ્રતિનિધિ કાર્યક્રમમાં થશે સામેલ

Manisha Jogi

Last Updated: 10:46 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 જૂનના રોજ અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સના મુખ્યાલયમાં 180 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની આગેવાની કરશે.

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે મોટા સ્તરે કાર્યક્રમોનું આયોજન
  • UNમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની આગેવાની કરશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે 21 જૂનના રોજ અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સના મુખ્યાલયમાં 180 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. સૂત્રો અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની આગેવાની કરશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ વર્ગના લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. 

આ કાર્યક્રમમાં વિશ્વભરના લોકો જોડાશે. જેમાં નેતા, કલાકાર, ડિપ્લોમેટ, સાહિત્ય તથા અન્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો આ કાર્યક્રમમાં શામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે અને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું પ્રતિનિધિત્ત્વ કરશે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી જશે. 22 જૂનના રોજ વ્હાઈટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો બાઈડેન સાથે મુલાકાત કરશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજકીય ભોજમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેન પણ શામેલ થશે. વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે, 22 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત અમેરિકી કોંગ્રેસને પણ સંબોધન કરશે. યૂએસ કોંગ્રેસમેન લીડર્સ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવના સ્પીકર કેવિન મૈકાર્થી અને સિનેટ સ્પીકર ચાર્લ્સ થૂમરે આપેલ આમંત્રણના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત અમેરિકી કોંગ્રેસને સંબોધન કરશે. 

23 જૂનના રોજ ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ અને વિદેશમંત્રી એંટની બ્લિંકન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લંચ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમામ અધિકૃત કાર્યક્રમમાં શામેલ થશે. ઉપરાંત ટોપ CEO, પ્રોફેશનલ્સ તથા અન્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો સાથે પણ મુલાકાત કરશે તથા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ