બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Inspired by the crime serial husband wife In the matter of giving HIV injection to wife

સનસનાટી / ક્રાઇમ સિરિયલથી પ્રેરાઈને પતિએ પત્ની સાથે કરી એવી હરકત કે આખી જિંદગી બરબાદ! સુરતની શૉકિંગ ઘટના

Kishor

Last Updated: 04:39 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પતિએ પત્નીને HIV યુક્ત ઈન્જેક્શન આપ્યાની હડકંપ મચાવતી ઘટના મામલે  શંકાશીલ પતિએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી જેમાં ક્રાઇમના એપીસોડથી દુષ્રેરિત થઇ ઇન્જેકશન આપ્યાનું જણાવ્યું હતું.

  • સુરતમાં પતિ દ્વારા પત્નીને HIV યુક્ત ઈન્જેક્શન આપવાનો મામલો
  • ક્રાઇમના એપીસોડથી દુષ્રેરિત થઇ ઇન્જેકશન આપ્યાની પતિની કબૂલાત
  • એપીસોડમાં પત્નીને મારવા જુદા-જુદા બિમાર પ્રાણીઓના લોહીના ઇન્જેકશન આપ્યા હતા

સુરતમાં પતિએ પત્નીને HIV યુક્ત ઈન્જેક્શન આપ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ સિરીયલના એપિસોડથી પ્રેરાઈને પતિએ ઈન્જેક્શન આપ્યાનું કારણ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. આ મામલે પોલીસે   આરોપીને દબોચી લઈ પૂછપરછ હાથ ધરતા આરોપી પતિએ કબૂલાત આપી હતી. જેમાં જણાવ્યું હતું કે પોતાને ક્રાઈમ સિરીયલના એપિસોડ જોવાની આદત હતી. આ દરમિયાન પત્નીના ચારિત્ર્ય પર શક જતા પતિએ HIV યુક્ત ઈન્જેક્શન આપી પત્નીની જિંદગી બરબાદ કરી નાખી હતી. આ ઘટનાને લઈ વિકૃત મગજના પતિ સામે ચારેકોરથી ફિટકાર વર્ષી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉઠી છે.

પત્નીના ચારિત્ર્ય પર આશંકા રાખી પતિએ આપ્યું હતું ઈન્જેક્શન

સુરતમાં પતિ દ્વારા પત્નીને HIV યુક્ત ઈન્જેક્શન આપવાના મામલે શહેરમાં પતિને ધિકરવામાં આવી રહ્યો છે. શંકાશીલ પતિએ પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, ક્રાઇમ સિરીયલના એપીસોડ જોવાની કુટેવ હતી. જેના પરિણામે પોતાના મગજમાં વિકૃતિ ઘર કરી ગઇ હતી અને પત્નીના ચારિત્ર્ય પર શંકા ઉભી થઇ હતી. જેથી બન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. આ દરમિયાન ક્રાઇમ સિરીયલથી દુષ્રેરિત થઈ HIV યુક્ત ઇન્જેકશન આપવામાં આવ્યું હતું. વધુમાં ક્રાઇમ સિરીયલના એપીસોડમાં પત્નીને મારવા જુદા-જુદા બિમાર પ્રાણીઓના લોહીના ઇન્જેકશન આપ્યા હતા.સુરતની ચોંકાવનારી ઘટનાને લઈને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને નાનપુરાની લેબમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ