બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Inflation 'sunshine' amid cold weather: Households' budgets disrupted as single oil prices rise again

મારી નાખ્યા.. / ઠંડી વચ્ચે મોંઘવારીનો 'તડકો': સિંગતેલના ભાવ ફરી વધતાં ગૃહણીઓનું બજેટ ખોરવાયું , ડબ્બે આટલા વધ્યા

Priyakant

Last Updated: 11:38 AM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો, સીંગતેલમાં બે દિવસમાં આટલા રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાના ભાવમાં પણ વધારો

  • સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો
  • કપાસિયા તેલમાં રૂપિયા 5 રુનો વધારો
  • સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2720 થયા
  • બે દિવસમાં રૂપિયા 30નો ભાવ વધારો 

ગુજરાતમાં વધતી જતી મોંઘવારી અને ઠંડી વચ્ચે મધ્યમ વર્ગને વધુ એક મોટો ફટકો પડ્યો છે. મોંધવારીના માર વચ્ચે વધુ એક ફટકો લાગ્યો હોય તેમ સીંગતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો થયો છે. સીંગતેલના 2700 ડબ્બાના ભાવ રૂ.2720 થયા અને કપાસિયા તેલમાં રૂપિયા 5 નો વધારો થયો છે. 

ફાઇલ તસવીર 

છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફે એકવાર સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. વિગતો મુજબ ખાધ્યતેલમાં બે દિવસમાં રૂપિયા 30નો વધારો છે. જેમાં નવા તેલની આવક વચ્ચે ભાવ વધારો નોંધાતા મધ્યમ વર્ગને વધુ એક ફટકો પડ્યો છે. વિગતો મુજબ કપાસિયા તેલના ડબ્બામાં 5 રૂપિયાનો વધારો તો સીંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો વધારો થયો છે. જેને લઈ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને 2 હજાર 720 થયો છે. 

ફાઇલ તસવીર 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસમાં સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. તો અહી નોંધનીય છે કે, છેલ્લે વર્ષ 2022ના લગભગ ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થતાં  સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 660થી વધી 2 હજાર 700 રૂપિયા સુધી પહોંચ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ