બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / indian railways irctc Train Ticket Booking upgradation process

તમારા કામનું / સ્લીપર ક્લાસમાં કરી દીધું છે બુકિંગ? તો ચિંતા શેની, કન્વર્ટ કરીને પણ લઇ શકો છો AC ટિકિટ, જાણો પ્રોસેસ

Arohi

Last Updated: 05:32 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Train Ticket Booking: આ નિયમ હેઠળ જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ ખરીદી છે તો આ ટિકિટને ફ્રીમાં જ 3ACમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આ ભારતીય રેલવેનું એક ઓટો અપગ્રેડેશન નિયમ છે. આવો જાણીએ તેવા વિશે વિગતમાં...

  • સ્લીપર ક્લાસમાં કરી દીધું છે બુકિંગ?
  • કન્વર્ટ કરીને આ રીતે લઇ શકો છો AC ટિકિટ
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ

ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો યાત્રા કરે છે. ભારતીય રેલવેએ યાત્રીઓના સફરને સુવિધાજનક બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે. એમાં આજે અમે તમને ભારતીય રેલવેના એક ખૂબ જ શાનદાર નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે તમને કદાચ જ ખબર હશે.

 આ નિયમ હેઠળ જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ ખરીદી છે તો આ ટિકિટને ફ્રીમાં જ 3ACમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. આ ભારતીય રેલવેનું એક ઓટો અપગ્રેડેશન નિયમ છે. આવો જાણીએ તેવા વિશે વિગતમાં...

AC ક્લાસમાં સીટો રહે છે ખાલી 
ભારતીય રેલવેએ સ્ટડીમાં જોયું કે ટ્રેનોમાં ડિમાન્ડ અને સપ્લાયને લઈને ખૂબ મોટી ગેપ છે. એક તરફ જ્યાં સ્લીપર ક્લાસમાં સીટોને લઈને ખૂબ વધારે ડિમાન્ડ રહે છે. ત્યાં જ AC ક્લાસમાં ઘણી સીટો ખાલી રહે છે. 

તેને જોતા ઓટો અપગ્રેડેશન નિયમને લાવવામાં આવ્યો. આ નિયમ હેઠળ જો તમે ટ્રેન ટિકિટને બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશન વિકલ્પની પસંદગી કરો છો. તો તમને સ્લીપર ક્લાસના ચાર્જ પર ACમાં સફર કરવા માટે સીટ મળી શકે છે. ઓટો અપગ્રેડેશન નિયમ હેઠળ યાત્રીઓને એક શ્રેણી ઉપર સીટ આપવામાં આવે છે. સ્લીપરથી 3AC, 3ACથી 2AC અને 2ACથી 1AC. 

કઈ ટ્રેનોમાં નથી આ સુવિધા? 
આ સુવિધા એ ટ્રેનોમાં ઉપલબ્ધ નથી જેમાં ફક્ત બેસવાની વ્યવસ્થા હોય છે. તેના ઉપરાંત કંશેસન અને પાસ પર યાત્રા કરતા યાત્રીઓને પણ આ સુવિધાનો લાભ નથી મળતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ