બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:34 PM, 11 March 2024
ઓસ્ટ્રેલિયાના બકલીમાં એક મોટી ઘટના સામે આવી છે. હૈદરાબાદની એક 36 વર્ષીય મહિલાની શનિવારે અહીં હત્યા કરવામાં આવી હતી. કથિત રીતે તેનો મૃતદેહ રોડની બાજુના ડસ્ટબીનમાં મળી આવ્યો હતો. મહિલાના પતિ પર હત્યાનો આરોપ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મહિલાની ઓળખ ચૈતન્ય મધગની તરીકે થઈ છે. કથિત રીતે મહિલાના પતિએ આ હત્યા કરી છે. આ ઘટના બાદ તે પોતાના બાળક સાથે હૈદરાબાદ માટે ઉડાન ભરી હતી. અહીં બાળકીને મહિલાના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
મહિલા તેના પતિ અને પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી. વિક્ટોરિયા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે બપોરે વિન્ચેલસી નજીક બકલીમાં એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે. મૃત મહિલા અહીં માઉન્ટ પોલોક રોડ પર મળી આવી હતી. હોમિસાઈડ સ્કવોડની ડિટેક્ટીવ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
'પોલીસ હત્યાના તાર જોડી રહી છે'
પોલીસે જણાવ્યું હતું કે મિરકા વે, પોઈન્ટ કુક પર રહેણાંકના સરનામે બીજા ક્રાઈમ સીન મળી આવ્યા હતા. તે બકલી હત્યા કેસ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે.
'હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી'
વિક્ટોરિયા પોલીસે વધુમાં જણાવ્યું કે, તપાસ ટીમ મહિલાના મોતને શંકાસ્પદ માની રહી છે. શરૂઆતમાં એવું લાગે છે કે સંડોવાયેલા લોકો એકબીજાને ઓળખે છે અને ગુનેગાર દેશ છોડીને ભાગી ગયો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ હવે ડ્રેગને અપનાવી નવી ચાલ! દરિયાઇ માર્ગથી ભારત પર રાખી રહ્યું છે બાજ નજર, જાણો ષડયંત્રનો પ્લાનિંગ
'પરિવારના સભ્યો મૃતદેહને ભારત લાવવા માગે છે'
ઉપ્પલના ધારાસભ્ય બંદરી લક્ષ્મા રેડ્ડીના જણાવ્યા અનુસાર, મહિલા તેમના મતવિસ્તારની હોવાથી, આ મામલાની માહિતી મળતાં તેઓ તેના માતાપિતાને મળ્યા હતા. ધારાસભ્યએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મહિલાના માતા-પિતાના અનુરોધ પર તેમણે મૃતદેહને હૈદરાબાદ લાવવા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે તેમણે આ અંગે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયને પણ જાણ કરી છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, મહિલાના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જમાઈએ તેમની પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.