બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India will now fill the world's belly, record wheat exports this year, final talks with 7 countries

હિંદુસ્તાનની તાકાત / હવે ભારત ભરશે દુનિયાનું પેટ, ચાલુ વર્ષે કરશે ઘઉંની રેકોર્ડ નિકાસ,7 દેશો સાથે વાતચીત ફાઈનલ

Hiralal

Last Updated: 04:08 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કટોકટીની સ્થિતિમાં ભારત દુનિયાનું પેટ ભરવા સક્ષમ છે તેવું વધુ એક વાર સાબિત થયું છે.

  • દુનિયાનું પેટ ભરવાની ભારતમાં તાકાત
  • ભારતે ઘણા દેશોને ઘઉં પહોંચાડશે
  • ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક 

સમગ્ર દુનિયાનું પેટ ભરવાની ભારતમાં તાકાત છે. હાલમાં ડામાડોળ વૈશ્વિક સ્થિતિની વચ્ચે ભારત એક મોટું કામ કરવા જઈ રહ્યો છે. ભારત વિશ્વના ઘણા દેશોને જોઈતા ઘઉંનો સ્ટોક પૂરો પાડશે. દુનિયામાં એકમાત્ર ભારત જ એવો દેશ જે કોઈને પણ અનાજ પુરુ પાડી શકે છે. 

ઘઉંના ભાવ પહોંચ્યાં વિક્રમી સપાટીએ 
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાભરમાં ઘઉંના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક હોવાના અહેવાલોને કારણે ભાવ કાબુમાં આવ્યાં છે. ભારત પાસે હાલમાં 12 મિલિયન ટન ભારતીય ઘઉંની નિકાસનો સ્ટોક છે. આ વર્ષે ભારત દુનિયાના એ દેશોમાં ઘઉંની નિકાસ કરશે, જે પહેલા રશિયા અને યુક્રેનથી ઘઉં લેતા હતા. આ દેશોમાં ઘઉંનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર ઇજિપ્તનો સમાવેશ થાય છે.વિશ્વભરમાં ખાદ્ય પદાર્થો પર નજર રાખતા નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ, દુષ્કાળ અને વિશ્વભરમાં વધતી માંગને કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે. શિકાગોમાં બેન્ચમાર્ક ઘઉંનો આંતરરાષ્ટ્રીય ભાવ ગયા મહિને બુશેલ દીઠ 13.635 ડોલરની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. ભારતની ઘઉંની નિકાસથી વિશ્વ બજારમાં ઘઉંનો પુરવઠો વધશે.

આ દેશોમાં ભારત ઘઉં પહોંચતા કરશે 
ભારત ઇજિપ્તમાં ઘઉંની નિકાસ કરશે ઘઉંની નિકાસ અંગે ભારતના સૌથી મોટા ઘઉંના આયાતકાર ઇજિપ્ત સાથેની વાટાઘાટો
લગભગ નક્કી થઈ ગઈ છે. ચીન, તુર્કી, બોસ્નિયા, સુદાન, નાઇજીરિયા અને ઇરાન પણ ભારત સાથે ઘઉં ખરીદવા માટે વાતચીત કરી રહ્યા છે. છેલ્લા દસ મહિનામાં જ ભારતની ઘઉંની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે. બદલાયેલી વૈશ્વિક સ્થિતિમાં ભારતને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો ઉપરાંત હવે આફ્રિકા અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં પણ ઘઉંની નિકાસ કરવાની તક મળશે.

ભારતીય ઘઉંને કારણે સ્થિતિ સામાન્ય બનશે  
સિંગાપોર સ્થિત અનાજની આયાત-નિકાસ કરતી મોટી કંપની એગ્રીકૂપ ઇન્ટરનેશનલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિજય આયંગરનું કહેવું છે કે ભારતની ઘઉંની નિકાસથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંનો પુરવઠો થોડો સામાન્ય બનશે. અત્યારે પુરવઠો ખૂબ ઓછો છે. આયંગરનું કહેવું છે કે, ભારતમાં ઘઉંની નિકાસની સંભાવનાએ કિંમતો પર થોડી લગામ લગાવી દીધી છે. જો ભારતે ઘઉંની નિકાસ ન કરી હોત તો ઘઉંના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હોત.

ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક 
ચીન પછી ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પાસે 2022-23માં નિકાસ કરવા માટે 12 મિલિયન ટન ઘઉં છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 85 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. સપ્લાયમાં ઘટાડો અને ઘઉંના વધતા ભાવને કારણે ઘણા દેશો પહેલી વાર ભારતમાંથી ઘઉંની આયાત કરશે. ભારતમાં છેલ્લા પાંચ પાકની સિઝનથી રેકોર્ડ ઘઉંનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કારણોસર, ભારત પાસે ઘઉંનો પૂરતો વધારાનો જથ્થો છે જે તે નિકાસ કરી શકે છે. આ વખતે હવે ઘઉંની લણણીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ