બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:31 PM, 18 November 2023
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે આઇસીસી વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા આવતીકાલે બપોરે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે મેદાન પર ઉતરશે. ભારત આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને અત્યાર સુધીની તમામ મેચ જીત્યું છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દુનિયાભરના કરોડો ક્રિકેટ ચાહકોની નજર વર્લ્ડ કપની ફાઈનલ પર છે. જ્યોતિષીઓ પણ દાવો કરી રહ્યા છે કે ફાઇનલમાં બંનેમાંથી કઇ ટીમ જીતી શકે છે. જાણીતા જ્યોતિષી સુમિત બજાજે પણ શનિવારે વર્લ્ડ કપ ફાઇનલની આગાહી કરી છે.
આ વખતે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બનશે
સુમિત બજાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આગાહી કરી છે કે, ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે. જોકે આખરી મેચ ભારતની અન્ય વર્લ્ડ મેચો જેટલી આસાન બની રહેવાની નથી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પણ મેચને લઈને પાછળથી લેવાયેલા નિર્ણય પર પસ્તાવો કરવો પડી શકે છે. "રોહિત શર્માના નેતૃત્વમાં, ભારતે 19 નવેમ્બર 2023 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં જીતવું જોઈએ. આ વર્લ્ડ કપમાં ભારતે રમેલી આ સૌથી મુશ્કેલ મેચ હશે અને પેટ કમિન્સને લેવાયેલા નિર્ણય પર પસ્તાવો કરવો પડી શકે છે. સુમિત બજાજની આ પોસ્ટ વાયરલ થઈ છે અને અત્યાર સુધી હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
કોહલી પરની આગાહી સાચી પડી હતી
સુમિત બજાજે સપ્ટેમ્બરમાં જ વિરાટ કોહલી વિશે એક મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે લખ્યું કે, ઓક્ટોબર-નવેમ્બર 2023માં રમાનાર વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે યાદગાર બની રહેશે. તે શાનદાર ઇનિંગ્સ રમશે અને વર્લ્ડ કપ દરમિયાન સચિનના વનડે સદીના રેકોર્ડને પણ પાછળ છોડી દેશે અને કેટલીક નોંધપાત્ર ઇનિંગ્સ પણ રમશે. જો તે પહેલા નહીં થાય તો તે કદાચ વર્લ્ડ કપનો બીજો કે ત્રીજો ટોપ સ્કોરર બની જશે. આ ઉપરાંત તે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીતશે. આ સિવાય તેણે 14 નવેમ્બરે સેમીફાઈનલ વિશે પણ જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયા મુંબઈની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે જીતશે.
ઘણી ભવિષ્યવાણીઓ એકદમ સચોટ સાબિત થઈ
સુમિત બજાજ છેલ્લા 20 વર્ષથી જ્યોતિષી છે. તેમની ઘણી ભવિષ્યવાણીઓ એકદમ સચોટ સાબિત થઈ છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે ચોક્કસ બેઠકો સાથે ચૂંટણીમાં ભાજપની જીતની પણ ભવિષ્યવાણી કરી છે. આ ઉપરાંત અદાણી સહિત તમામ મુદ્દે પણ તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે. સીએ ફાઇનલ્સમાં તેનો ઓલ ઇન્ડિયા રેન્ક છઠ્ઠો હતો. આ વર્લ્ડ કપમાં સુમિતની આગાહીઓ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.