બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / India in the World Cup final and the match in Ahmedabad

અનેરો ઉત્સાહ / વર્લ્ડકપ ફાઇનલમાં ભારત અને મેચ અમદાવાદમાં: અતિ-ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે ફેન્સ, ટિકિટ માટે સ્ટેડિયમના લગાવી રહ્યા છે ચક્કર, ટીશર્ટો વેચાવવા લાગી

Vishal Khamar

Last Updated: 04:36 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચમાં અમદાવાદ ખાતે રમાવાની છે. જેને લઈ ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઓનલાઈન ટિકિટ ન મળતા લોકો ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે.

 

  • વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદ ખાતે રમાશે
  • ફાઈલન મેચને લઈ ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ
  • ઓનલાઇન ટિકિટ ન મળતા લોકો ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પહોંચ્યા

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં બારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસીકો ફાઈનલની ટિકિટ લેવા માટે સ્ટેડિય ખાતે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓનલાઈન ટિકિટ ન મળતા લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા.

ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ, ટોપીનું ધુમ વેચાણ

સ્ટેડિયમમાં ખાતે ઇન્ડિયાની ટી-શર્ટ ટોપી ખરીદવા લોકોની ભીડ જામી
ફાઈનલ મેચને હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે સ્ટેડિય બહાર ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ તેમજ ટોપીનું પણ ધુમ વેચાણ થઈ રહ્યું છે. સ્ટેડિયમ બહાર પાથરણાવાળા ટીમ ઈન્ડીયાની ટોપી, ટી-શર્ટ વેચવા માટે આવતા લોકોની ખરીદી માટે ભીડ જામી છે. ત્યારે ફાઈનલ મેચ જોવા માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો બતાવશે દિલધડક કરતબ
19 નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ફાઈનલ મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ તેનું પર્ફોર્મન્સ બતાવશે. અમદાવાદમાં એરફોર્સ દ્વારા ફાઈનલમાં પર્ફોર્મન્સને લઈ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સનાં વિમાનો દિલધડક કરતબ બતાવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ