Virat Kohli and Shubman Gill: 23 વર્ષના શુભમને યો-યો ટેસ્ટમાં 18.7નો સ્કોર કર્યો છે, જ્યારે વિરાટ કોહલીનો સ્કોર માત્ર 17.2 હતો. જોકે BCCIએ યો-યો ટેસ્ટના સ્કોરને સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે
BCCIએ યો-યો ટેસ્ટના સ્કોરને સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો
Virat Kohli and Shubman Gill Yo Yo test score: જો તમને પણ લાગે છે કે વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટનો સૌથી ફિટ ખેલાડી છે તો કદાચ તમે ખોટું વિચારી રહ્યા છો કારણ કે હવે ટીમ ઈન્ડિયામાં એક નવો ફિટનેસ કિંગ આવી ગયો છે. એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ નિયમિત ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં યુવા ખેલાડી શુભમન ગિલ 'યો-યો' ટેસ્ટમાં ટોચ પર છે.
શુભમન ગિલે 'યો-યો' ટેસ્ટમાં કિંગ કોહલીને પાછળ છોડ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 23 વર્ષના શુભમને યો-યો ટેસ્ટમાં 18.7નો સ્કોર કર્યો છે, જ્યારે વિરાટ કોહલીનો સ્કોર માત્ર 17.2 હતો. જોકે BCCIએ યો-યો ટેસ્ટના સ્કોરને સાર્વજનિક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ BCCIના આંતરિક સૂત્રોને આ માહિતી બહાર આવી છે. BCCIએ યો-યો ટેસ્ટમાં ઉપસ્થિત તમામ ક્રિકેટરો માટે 16.5નો કટ-ઓફ સ્કોર નક્કી કર્યો હતો, જેને તમામ ભારતીય ખેલાડીઓએ પાર કર્યો હતો. આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, 'ગિલનો હાલમાં સૌથી વધુ 18.7 સ્કોર છે. મોટાભાગના ખેલાડીઓએ 16.5 અને 18ની વચ્ચે સ્કોર કર્યો છે. જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, તિલક વર્મા, સંજુ સેમસન અને કેએલ રાહુલની પણ ચકાસણી કરવામાં આવી હતી.'
વિરાટ કોહલીએ BCCIના ટોચના અધિકારીઓને નારાજ કર્યા
વાત એમ છે કે વિરાટ કોહલીએ ગુરુવારે તેના યો-યો ટેસ્ટ રિપોર્ટ અને તેના સ્કોર સાથે તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. તેને તે રમુજી લાગ્યું પરંતુ બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટને કદાચ એ વાત પસંદ ન આવી. એક અહેવાલ મુજબ, વિરાટ કોહલી દ્વારા ગુરુવારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલા યો-યો ટેસ્ટના સ્કોર્સે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને નારાજ કર્યા છે.
Maximizing life and securing goals is a priority for me, both on and off the field. I'm thrilled to announce my partnership with Bajaj Allianz Life and be a part of their journey in becoming India's reliable Life Goal Partner. Their customer-centric approach and innovative… pic.twitter.com/he3sus0Dwe
બીસીસીઆઈએ કડક સૂચના આપી છે
અહેવાલો અનુસાર, વિરાટે આ ગુપ્ત માહિતી શેર કર્યાના એક કલાકની અંદર, ભારતીય ટીમ મેનેજમેન્ટે તમામ ભારતીય ક્રિકેટરો માટે કડક માર્ગદર્શિકા જારી કરી હતી. જો કે આ મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું. વિરાટની આ ઈન્સ્ટા સ્ટોરી થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પછી BCCIના ટોચના મેનેજમેન્ટે ખેલાડીઓને યો-યો ટેસ્ટ જેવી ગુપ્ત માહિતી શેર ન કરવાની કડક સૂચના આપી હતી.
વિરાટ સહિત તમામ ખેલાડીઓને ચેતવણી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈ આવી માહિતી જાહેરમાં શેર કરવા પર કાર્યવાહી કરી શકે છે. વિરાટે યો-યો ટેસ્ટનો સ્કોર શેર કરતાની સાથે જ BCCI એક્શનમાં આવી ગયું. ત્યારબાદ તેણે ખેલાડીઓને આવી ગુપ્ત માહિતી શેર કરવાથી બચવા કહ્યું અને ઠપકો આપ્યો કે આમ કરવાથી તમે તમારા કરારના ભંગના દોષી પણ બની શકો છો. સાથે જ ખેલાડીઓને મૌખિક રીતે કહેવામાં આવ્યું છે કે તેઓએ આવી ગોપનીય બાબતોની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવી જોઈએ નહીં. ટ્રેનિંગ સમયના ફોટો શેર કરી શકો છો પણ સ્કોર્સ જેવી વસ્તુઓ શેર કરવી એ કરારનો ભંગ હોઈ શકે છે.