બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India came across this Muslim country in the grip of economic crisis, took a big decision, know what

આમંત્રણ / આર્થિક સંકટની ઝપેટમાં આવેલા આ મુસ્લિમ દેશની વ્હારે આવ્યું ભારત, લીધો મોટો નિર્ણય, જાણો શું

Megha

Last Updated: 01:56 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બજારમાં ઘઉંની અછત હોવાને કારણે ભાવ આસમાને પંહોચ્યાં હતા અને એ કટોકટીના સમયે ભારત ઇજિપ્તની મદદ માટે આગળ આવ્યું હતું.

  • મુખ્ય અતિથિ તરીકે ભારત પહોંચશે ઈજિપ્તના રાષ્ટ્રપતિ 
  • સંકટમાં ફસાયેલા ઇજિપ્તને ભારત તરફથી પણ મળી છે મોટી મદદ 
  • ભારતે ઈજિપ્તમાં ઘઉંની નિકાસ વધારવાની યોજના બનાવી 

ખાડી દેશો વચ્ચે પોતાની પકડ ધરાવતું ઇજિપ્ત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં ઇજિપ્તની કરન્સી પાઉન્ડે તેની અડધી કિંમત ગુમાવી દીધી હતી અને સત્તાવાર આંકડાઓ અનુસાર ઇજિપ્તનો ફુગાવો વધીને 24.4 ટકા થઈ ગયો છે. આ સાથે જ દેશ પર બહારનું દેવું વધીને લગભગ 170 બિલિયન ડોલર થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઇજિપ્તને મદદ કરી રહેલા સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત વગેરે દેશો તેનાથી છૂટકારો મેળવી રહ્યા છે. હાલ જોતાં એવું લાગી રહ્યું છે કે ઇજિપ્ત હવે આ બધાથી અલગ એકલું પડી ગયું છે. 

પણ ભારતે ઈજિપ્તને લઈને પોતાનું મન મોટું કર્યું છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તેના ગણતંત્ર દિવસના અવસર પર ઇજિપ્તને આમંત્રિત કરી રહી છે. 

મુખ્ય અતિથિ તરીકે ભારત પહોંચશે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી 
જણાવી દઈએ કે ભારત તેના પ્રજાસત્તાક દિવસના અવસર પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપી રહ્યું છે અને રાષ્ટ્રપતિની સાથે 120 સભ્યોની ટુકડી પણ આવશે જે 26 જાન્યુઆરીએ પરેડમાં ફરજના માર્ગે કૂચ કરશે. જણાવી દઈએ કે આવું પહેલી વખત બની રહ્યું છે કે ઇજિપ્તની કોઈ ટુકડી ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈ રહી છે. 

સંકટમાં ફસાયેલા ઇજિપ્તને ભારત તરફથી પણ મળી છે મોટી મદદ 
એ વાત નોંધનીય છે કે રશિયા અને યુક્રેનથી ઘઉંનો સૌથી મોટો આયાતકાર ઇજિપ્ત એ સમયથી મુશ્કેલીમાં મૂકે ગયો છે જ્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. વૈશ્વિક બજારમાં ઘઉંની અછત હોવાને કારણે ભાવ આસમાને પંહોચ્યાં હતા અને એ કટોકટીના સમયે ભારત ઇજિપ્તની મદદ માટે આગળ આવ્યું હતું. જણાવી દઈએ કે એ સમયે ભારતે ઇજિપ્તને સેંકડો ટન ઘઉં સબસિડીના દરે પૂરા પાડ્યા હતા. એક બિઝનેસ રિપોર્ટ અનુસાર એપ્રિલ 2022માં ભારત અને ઈજિપ્ત વચ્ચે 10 લાખ ટન ઘઉંના સપ્લાયને લઈને વાતચીત થઈ હતી. 

ભારતે ઈજિપ્તમાં ઘઉંની નિકાસ વધારવાની યોજના બનાવી 
જો કે મે મહિના સુધીમાં ભારતમાં જ ઘઉંની અછત શરૂ થઈ ગઈ હટી જેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો પણ ભારતે ઈજીપ્ત સહિત ઘણા દેશોમાં ઘઉંની નિકાસ કરવાનું ચાલુ રાખ્યું હતું.  જણાવી દઈએ કે ઈજિપ્તની ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ ઈજિપ્તમાં ભારતીય રાજદૂત અજીત ગુપ્તેએ ગયા વર્ષે એમ કહ્યું હતું કે વર્ષ 2023ની શરૂઆતથી ભારત ઈજિપ્તમાં ઘઉંની નિકાસ વધારવાની યોજના બનાવી રહ્યા છે, જો કે ભારતમાં ઘઉંની સ્થાનિક માંગ વધી છે અને તેના ઉત્પાદનમાં પણ લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો છે તેમ છતાં ભારત ઇજિપ્તમાં ઘઉંની કમી નહીં થવા દે. એક રિપોર્ટ અનુસાર  આ સાથે જ હાલમાં ઇજિપ્તમાં ભારતનું કુલ રોકાણ $3.2 બિલિયન છે પણ આવનારા સમયમાં તેમાં વધારો થશ. 

ભારત તરફથી મળેલી આ મદદથી આર્થિક રીતે બેહાલ થયેલ ઇજિપ્તને મોટી રાહત મળી છે, આ સાથે જ ભારતે  તેના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બનવાનો મોકો આપીને તેનું સન્માન પણ વધાર્યું છે. 

ઇજિપ્તની સ્થિતિ ખૂબ જ ખરાબ 
હાલની પરિસ્થતિ જોતાં ઘણા નિરીક્ષકો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે ઇજિપ્ત અભૂતપૂર્વ આર્થિક સંકટ તરફ આગળ વધી શકે છે અનેએ જલ્દી જ તેનું પતન પણ થઈ શકે છે.  જણાવી દઈએ કે જુલાઇ 2013માં ઇજિપ્તમાં સત્તા પલટાયા પછી સીસી સત્તા પર આવ્યા હતા અને સત્તામાં આવ્યા પછી ખાડી દેશો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈતે એમની ઘણી આર્થિક મદદ કરી હતી. રિપોર્ટ અનુસાર ઇજિપ્તની સેન્ટ્રલ બેંકમાં અબજો ડોલર જમા કરાવ્યા હતા જે હાલમાં દેશના કુલ વિદેશી મુદ્રા ભંડારના લગભગ 82 ટકા છે.  આ દેશોએ ઇજિપ્તની કંપનીઓમાં રોકાણ કરીને અને વિવિધ એકમોમાં હિસ્સો ખરીદ્યો હતો અને આ ખાડી દેશોએ ઇજિપ્તની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને ગેરંટી પણ આપી હતી.

આ બાંધ્યું થયા છતાં પણ ઇજિપ્તની સરકારની નીતિઓને કારણે દેશની આર્થિક સ્થિતિ સતત કથળતી રહી અને આજે એ સ્થિતિએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. કેટલાક અહેવાલો મુજબ ઇજિપ્તમાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે આ ખાડી દેશોએ ઇજિપ્તની સરકારને નાણાકીય સહાય આપવાનું બંધ કરી દીધું છે. તેઓ ઇજિપ્તમાંથી તેમનું આર્થિક સમર્થન પાછું ખેંચી રહ્યા છે કારણ કે રાષ્ટ્રપતિ સીસીની અસમર્થતાએ ઇજિપ્તમાં ભારે રોકાણ કરનાર  દેશોને નિરાશ કર્યા છે.  કેટલાક નિરીક્ષકો કહે છે કે સીસી દેશ ચલાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે અને ઇજિપ્ત હવે ખાડી દેશો માટે આર્થિક બોજ બની ગયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ