બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Team India will dominate against West Indies, King Kohli and Hitman have a chance to make a big record

IND vs WI / વેસ્ટ ઈન્ડિઝ સામે રહેશે ટીમ ઈન્ડિયાનો દબદબો, કિંગ કોહલી અને હિટ મેન પાસે છે મોટો રેકોર્ડ બનાવવાની તક

Megha

Last Updated: 12:20 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરશે તેવી આશા છે. ભારતીય ખેલાડીઓ ટેસ્ટ અને વનડે સીરિઝ દરમિયાન કેટલાક મોટા રેકોર્ડ બનાવી શકે છે. આવો જાણીએ આ વિશે...

  • વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે
  • WTCમાં હાર્યા પછી હવે ટીમ ઈન્ડિયા મજબૂત શરૂઆત કરવા માંગશે
  • ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરશે તેવી આશા

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. જણાવી દઈએ કે આ ટુરની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે, જેની પહેલી મેચ 12 જુલાઈથી રમાશે. એ વાત તો જાણીતી જ છે કે ભારતીય ટીમને ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો એ બાદ હવે ટીમ ઈન્ડિયા મજબૂત શરૂઆત કરવા માંગશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો દબદબો
ટેસ્ટ મેચો બાદ યોજાનારી વનડે સીરિઝ પણ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની સાબિત થશે. મહત્વનું છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ODI વર્લ્ડ કપ પણ રમાવાનો છે અને આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની તૈયારીઓ આ ODI સિરીઝ દ્વારા કરશે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝનું તાજેતરનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નથી અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાઈ કરી શકી નથી. તેને નેધરલેન્ડ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ જેવી ટીમો સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

આવી સ્થિતિમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રેકોર્ડબ્રેક પ્રદર્શન કરશે તેવી આશા છે. ભારતીય ખેલાડીઓ ટેસ્ટ અને વનડે સીરિઝ દરમિયાન કેટલાક મોટા રેકોર્ડ બનાવી શકે છે. આવો જાણીએ આ વિશે...

કિંગ કોહલીએ 102 રન બનાવવા પડશે
વિરાટ કોહલી પાસે વનડે સીરિઝ દરમિયાન મોટો રેકોર્ડ બનાવવાની તક હશે. જો કોહલી 102 રન બનાવશે તો તે વનડેમાં તેના 13,000 રન પૂરા કરશે. અત્યાર સુધી માત્ર ચાર બેટ્સમેન જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. કોહલીએ 274 વનડેમાં 57.32ની સરેરાશથી 12898 રન બનાવ્યા છે, જેમાં 46 સદી અને 65 અડધી સદી સામેલ છે.

ODIમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓ
1. સચિન તેંડુલકર - 463 મેચ, 18426 રન, 49 સદી અને 96 અર્ધસદી
2. કુમાર સંગાકારા - 404 મેચ, 14234 રન, 25 સદી અને 93 અર્ધસદી
3. રિકી પોન્ટિંગ - 375 મેચ, 13704 રન, 30 સદી અને 82 અર્ધસદી
4. સનથ જયસૂર્યા - 445 મેચ, 13430 રન, 28 સદી અને 68 અર્ધસદી
5. વિરાટ કોહલી - 274 મેચ, 12898 રન, 46 સદી અને 65 અર્ધસદી

રોહિત બે ખાસ રેકોર્ડ બનાવી શકે છે
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ વનડેમાં 10,000 રન પુરા કરવાની નજીક છે. જો રોહિત વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં 175 રન બનાવી લે છે તો તે 10,000 રનના આંકડે પહોંચી જશે. રોહિતે અત્યાર સુધી 243 મેચમાં 48.63ની એવરેજથી 9825 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 30 સદી અને 48 અડધી સદી ફટકારી હતી.

વનડેમાં 10,000 રન બનાવનાર ભારતીય ક્રિકેટરો
1. સચિન તેંડુલકર - 18426 રન, 49 સદી અને 96 અર્ધસદી
2. વિરાટ કોહલી - 274 મેચ, 12898 રન, 46 સદી અને 65 અર્ધસદી
3. સૌરવ ગાંગુલી - 311 મેચ, 11363 રન, 22 સદી અને 72 અર્ધસદી
4. રાહુલ દ્રવિડ - 344 મેચ, 10889 રન, 12 સદી અને 83 અર્ધસદી
5. મહેન્દ્ર સિંહ ધોની - 350 મેચ, 10773 રન, 10 સદી અને 73 અર્ધસદી

રોહિત શર્મા વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે
રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. રોહિત આ પ્રવાસમાં 27 છગ્ગા ફટકારતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની જશે. રોહિત આ મામલે કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડી દેશે, જેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 553 સિક્સર ફટકારી છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 476 છગ્ગા ફટકાર્યા હતા અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

અશ્વિન પાસે પણ આ રેકોર્ડ બનાવવાની તક છે
અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન પાસે પણ મોટો રેકોર્ડ બનાવવાની તક રહેશે. જો અશ્વિન ત્રણ વિકેટ લેશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 700 વિકેટ પૂરી કરશે. આવું કરનાર તે ત્રીજો ભારતીય બોલર હશે. માત્ર અનિલ કુંબલે (956 વિકેટ) અને હરભજન સિંહ (711 વિકેટ) જ આ સિદ્ધિ મેળવી શક્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
1લી મેચ - 12 થી 16 જુલાઈ, 
બીજી મેચ - 20 થી 24 જુલાઈ

1લી ODI - 27 જુલાઈ
બીજી ODI - 29 જુલાઈ
ત્રીજી ODI - 1 ઓગસ્ટ

1લી T20 - 3 ઓગસ્ટ
બીજી T20 - 6 ઓગસ્ટ
ત્રીજી T20 - 8 ઓગસ્ટ
ચોથી T20 - 12 ઓગસ્ટ
પાંચમી T20 - 13 ઓગસ્ટ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ