બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs IRE Not Hardik Pandya, this player can be given the captaincy of Team India in the match against Ireland

IND vs IRE / હાર્દિક પંડ્યા નહીં, આયર્લેન્ડ વિરૂદ્ધની મેચમાં આ ખેલાડીના શિરે સોંપાઇ શકે ટીમ ઇન્ડિયાની કમાન

Megha

Last Updated: 03:04 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જશે. જેમાં વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે.

  • ભારતીય ટીમ ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જશે
  • સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી શકે
  • વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે

ભારતને આવતા મહિને ઓગસ્ટમાં આયર્લેન્ડની મુલાકાત લેવાની છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી20 શ્રેણી રમવાની છે. આ પ્રવાસને લઈને ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને આવતા મહિને આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. હાર્દિકના સ્થાને વિશ્વનો નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે.

ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં ટીમ હાલમાં બે મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ પછી તેને કેરેબિયન ટીમ સાથે 27 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. વેસ્ટ ઈન્ડિઝ પછી, ભારતીય ટીમ આયર્લેન્ડનો પ્રવાસ કરશે અને 18 ઓગસ્ટથી ત્રણ મેચની T20 શ્રેણી રમશે. એશિયા કપ 2023 માટે શ્રીલંકા રવાના થતા પહેલા ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 18, 20 અને 23 ઓગસ્ટે ત્રણ T20 મેચ રમશે.

આયર્લેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર ભારતીય ટીમની કમાન સંભાળી શકે છે. એક અહેવાલ અનુસાર ટીમ મેનેજમેન્ટ પંડ્યાને 50 ઓવરની મુખ્ય મેચો માટે ફ્રેશ રાખવા માંગે છે જેમાં આ વર્ષના અંતમાં એશિયા કપ અને ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. એક અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવ આ પ્રવાસ માટે ભારતીય ટીમના કેપ્ટન બની શકે છે. વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. આ પછી ટીમ એશિયા કપમાં પણ ભાગ લેવાની છે અને આ કારણોસર મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી.

આ વર્ષની શરૂઆતમાં સૂર્યકુમારે વ્હાઈટ બોલ ક્રિકેટમાં ડોમેસ્ટિક સીઝન દરમિયાન ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળી હતી. આ સિવાય તેણે થોડા મહિના પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં આઈપીએલ 2023માં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી.

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20I શ્રેણી 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે અને ત્યારબાદ ભારતીય ટીમ એશિયા કપ 2023 માટે શ્રીલંકાના પ્રવાસે જશે જે 30 ઓગસ્ટથી શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળની ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં તેમના અભિયાનની શરૂઆત કરશે જ્યારે તેઓ 2 સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ