બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / increasing cases of heart attack CPR training will be given to two lakh teachers

સતર્કતા / હાર્ટઍટેકના વધતાં કેસ સામે ગુજરાત સરકાર ઍલર્ટ: બે લાખ શિક્ષકોને આપવામાં આવશે CPRની ટ્રેનિંગ, અગાઉ પોલીસને અપાઈ હતી ટ્રેનિંગ

Kishor

Last Updated: 04:41 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટઍટેકના વધતાં કેસ સામે ગુજરાત સરકાર સતર્ક બની છે અને હવે રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવશે. એટકે કે ઈમરજન્સી કેસમાં રાજ્યના શિક્ષકો તારણહાર બનશે.

  • રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CPR તાલીમ આપશે
  • શિક્ષણમંત્રી ડો.કુબેર ડિંડોરનુ નિવેદન
  • યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ દરમાં વધારો નોંધાયો છેઃ ડિંડોર
  • પોલીસને CPR ટ્રેનિંગ આપવામાં આવી છેઃ ડિંડોર

કોરોનાના કપરાકાળ બાદ હવે તરુણો અને યુવાનોમાં હાર્ટ એટેકના ચિંતાજનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકને પગલે યુવાનો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર સતર્ક મોડમાં કામ કરી રહી છે. હાર્ટ એટેકનું નામ સાંભળતા જ ભલભલા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય.. કારણ કે રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે.  ત્યારે સરકાર પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે અત્યારે હાર્ટ એટેક સહિતના કેસ વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે.

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ  એટેકનો વધી ગયો છે ખતરો Heart attack signs: these signs of blockage in  arteries do not ignore

શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું કે...

રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CRP તાલીમ આપવામાં આવશે. સમગ્ર મામલે શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જણાવ્યું કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે મૃત્ય દરમાં વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું કે અત્યારે પોલીસને CRP ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. ત્યારે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ હવે આપવામાં આવશે.. 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના CRP ટ્રેનિંગ યોજવામાં આવશે.. રાજ્યની 17 મેડિકલ કોલેજમાં CRP ટ્રેનિંગ આપવામાં આવશે.

હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે કે તમને હાર્ટ એટેક આવવાનો છે, વૈજ્ઞાનિકોએ  શોધી ગજબ ટેક્નિક | danger of heart attack could be detected 3 years ahead  study research could

૩ ડિસેમ્બર, 17 ડિસેમ્બર CPR ટ્રેનિંગ યોજાશેઃ ડિંડોર

રાજ્યભરમાંથી જે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ આપવામાં આવશે તે તમામ શિક્ષકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે તેવું શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું આ પગલું ખુબ જ મહત્વનું સાબિત થશે. જે પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને જો તરત જ CRP મળી જાય તો તેનો જીવ બચી શકે છે.  ત્યારે શિક્ષકોને જો આ ટ્રેનિંગ આપવામાં આવશે તો ઘણા લોકોનો જીવ બચી શકશે.. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ