બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Increase in purchase registration date at taka price Israel-Hamas war will cause 5 major losses to India! INDvsPAK match breaks IPL record

2 મિનિટ 12 ખબર / ટેકાના ભાવે ખરીદીની નોંધણી તારીખમાં વધારો, ઈઝરાયલ-હમાસ યુદ્ધથી ભારતને થશે 5 મોટા નુકસાન! INDvsPAK મેચે તોડ્યો IPLનો રેકોર્ડ

Vishal Khamar

Last Updated: 07:12 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની નોંધણી પ્રક્રિયા લંબાવી છે. તો સુરતમાં લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં ફરી એક વખત પીઝામાંથી વંદો નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટનાં કર્મચારીઓનો ઉધડો લીધો હતો. બીજી તરફ ઇઝરાયલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર કાચા તેલની કિંમતો પર સંપૂર્ણપણે દેખાઈ રહી છે

Date of purchase registration extended at support price in the state

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે  આવી રહ્યા છે. જેમાં ખેડૂતો તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ કરેલી રજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

Prime Minister Narendra Modi will visit Gujarat again on October 31

આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં હાજરી આપશે. આપને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્ષ 2019, 2020, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં હાજરી આપી હતી. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે. 

Allocation of Rs.1646 crores by CM for the development of 3 manapas of the state

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ 2023-24ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ.184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.

As soon as Navratri begins the price of flowers increases in the market

નવલી નવરાત્રીના મહાપર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન રહેશે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીની આરાધના ગરબા ગાઈને અને માતાજીની પૂજા અર્ચના કરીને કરતા હોય છે. દિવાળી સમયે પણ લોકો ફૂલના હાર માતાજીને અર્પણ કરતા હોય છે. ત્યારે તહેવાર શરૂ થતાં જ ફૂલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ફૂલની કિંમતમાં 60 ટકા જેટલો ભાવ વધારો થયો છે. 

A customer was attacked by a cockroach from Surat's La Pinoz Pizza

સુરતનાં કામરેજ વિસ્તરામાં આવેલ લા પિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં પિઝા ખાતા પહેલા ચેતી જજો. કામરેજ વિસ્તારમાં આવેલ લા પિનોઝ પિઝા શોપમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પિઝામાંથી વંદો નીકળકા ભોજનની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠ્યા છે. રોષે ભરાયેલા ગ્રાહકે રેસ્ટોરન્ટનાં કર્મચારીઓનો ઉધડો લીધો હતો.  ત્યારે બ્રાન્ડેડનાં નામે પૈસા વસુલતા રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગ્રાહકે સોશિયલ મીડિયામાં આ બાબતનો વીડિયો વાયરલ કર્યો હતો. 

Selling expired jaggery cost D Mart, Consumer Protection Court slaps Rs. 1.10 lakh fine

ગાંધીનગરમાં આવેલ ડી માર્ટમાંથી એક જાગૃત ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ ખરીદ્યા બાદ ગ્રાહકે અચાનક ગોળનાં પેકીંગ પર લાગેલ બે સ્ટીકરો પર ગ્રાહકની નજર પડી હતી. જેમાં એક સ્ટીકરમાં જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોનાં સ્ટીકરો મારેલ ગોળ વેચવામાં આવ્યો હતો. ત્યારે ડીમાર્ટ દ્વારા ખોટા સ્ટીકર મારી એક્સપાયરીડેટવાળો ગોળ વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા બદલ જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. 

Will not get cheap crude oil! This plan of india may fail due to the war between Israel and Hamas

ઇઝરાયલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલી લડાઈ આજે તેના 11માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. આ યુદ્ધનાં કારણે કાચા તેલની કિંમતો પર ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર સંપૂર્ણપણે દેખાઈ રહી છે. જેના કારણે કાચા તેલનો પુરવઠો ખોરવાયો છે. અબગુટ એ વાત નોંધનીય છે કે ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ ઓઈલના આ સંકટની અસર ભારત પર ચોક્કસપણે જોવા મળશે.  ક્રૂડ ઓઈલના ભાવમાં થતાં આ વધારાની અસર આગામી 5 વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ 2024ની સામાન્ય ચૂંટણીઓ પર પડી શકે છે. જો કે એવું માનવામાં આવે છે કે ભારત સરકાર ચૂંટણી સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં કરે પરંતુ જો ચૂંટણી પછી પણ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો, પરિસ્થિતિ ગંભીર બની શકે છે. આ યુદ્ધથી કોર્પોરેટ્સ સેક્ટર, ફાર્માસ્યુટિકલ બિઝનેસ, 5G કનેક્ટિવિટીના વિસ્તરણમાં વિલંબ, નિકાસ મોંઘી થશે તેમજ હીરા-ઝવેરાતના ધંધાને અસર થશે.

Supreme Court rejects plea of woman seeking pregnancy termination

સુપ્રીમ કોર્ટે પરિણીત મહિલાની 26 સપ્તાહની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમે ગર્ભસ્થ બાળકના અધિકારોને પ્રાથમિકતા આપતા કહ્યું કે અમે હૃદયના ધબકારા ન રોકી શકીએ. તેમણે કહ્યું કે પૃથ્વી પર બાળકનો જન્મ થવાનો માર્ગ સ્પષ્ટ છે. AIIMSના રિપોર્ટ અનુસાર બાળકમાં કોઈ અસામાન્યતા નથી. AIIMS સમયસર ડિલિવરી કરશે. CJIએ કહ્યું કે પ્રેગ્નન્સી 26 અઠવાડિયા અને 5 દિવસની છે. આમ ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવી એ MTP એક્ટની કલમ 3 અને 5નું ઉલ્લંઘન હશે કારણ કે આ કિસ્સામાં માતાને તાત્કાલિક કોઈ ખતરો નથી. આ ગર્ભની અસામાન્યતાનો કેસ નથી.

Income Tax department raid in Karnataka Andhra pradesh Delhi Telangana and collected over 94 crore rupees in cash

કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 55થી વધારે સ્થાનો પર રેડ પાડીને ઈનકમ ટેક્સ વિભાગે લગભગ 94 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. CBDTએ જણાવ્યું કે  12 ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ 55 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત 30 મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

Irans shocking claim amid Israel-Hamas war

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ લોહિયાળ જંગ દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. આ યુદ્ધમાં બન્ને દેશના લગભગ ચાર હજાર લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે.જેમાં ઈરાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે જો ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા અટકાવી દેશે તો હમાસ બંધક બનાવેલા લગભગ 200 લોકોને છોડી દેવા તૈયાર છે. જો કે આ મામલે હમાસ તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી.

india vs pakistan match create history disney hotstar crosses record

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે શાનદાર જીત હાસિલ કરી હતી. આ મેચ વખતે એક લાખથી વધારે લોકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. ત્યાં જ ટીવી અને ડિજિટલ મીડિયાના માધ્યમથી કરોડો લોકોએ મેચનો આનંદ લીધો. ડિઝ્ની હોટસ્ટાર પર એક સમયે 3.5 કરોડ લોકો આ મેચને લાઈવ જોઈ રહ્યા હતા. આ ક્રિકેટની કોઈ પણ મેચને ઓનલાઈવ જોવાનો નવો વર્લ્ડ રેકોર્ડ છે. ડિઝ્ની હોટસ્ટારે આ વાતની જાણાકારી આપી છે. 

આ વર્ષની વધુ એક મોસ્ટ વેઈટેડ ફિલ્મ 'ટાઈગર 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. યશ રાજ બેનરની સ્પાય યુનિવર્સ ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે.તેનું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે.2 મિનિટ 51 સેકન્ડના ટ્રેલરમાં સલમાન અને કેટરિના જોરદાર એક્શન સિક્વન્સ ફિલ્માવતા જોવા મળ્યા હતા.આખા ટ્રેલર પરથી કોઈની નજર હટાવી શકાતી નથી.આ ફિલ્મ વિશે પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે દિવાળી 2023માં આવશે.હ વે નિર્માતાઓએ ચોક્કસ તારીખ પણ જાહેર કરી છે અને તે 12 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ