બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Income Tax Department team search operation at more than 40 locations of five jewelers in Surat

તપાસ / સુરતમાં ITનો ફરી સપાટો: 5 જ્વેલર્સના 40થી વધુ ઠેકાણે મેગા સર્ચ ઓપરેશન, રોકડના દસ્તાવેજો કબજે

Kishor

Last Updated: 06:23 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પાંચ જ્વેલર્સના 40 થી વધુ ઠેકાણા પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. જ્યા તપાસ દરમિયાન રોકડમાં ખરીદ-વેચાણના દસ્તાવેજ અને રૂ. 30 લાખની જ્વેલરીનું વેચાણ રોકડમાં કર્યાના પુરાવા મળ્યા હતા.

  • સુરતમાં આવકવેરા વિભાગની કાર્યવાહી 
  • 5 જ્વેલર્સના 40થી વધુ ઠેકાણા પર આવકવેરા વિભાગના દરોડા 
  • છેલ્લા 6 વર્ષના હિસાબની કરવામાં આવશે તપાસ

સુરત શહેરમાં આઇટી વિભાગની ટીમ વધુ એક વખત તપાસ અર્થે ત્રાટકી હતી. જેમાં પાંચ જ્વેલર્સના 40 થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું. છેલ્લા 6 વર્ષના હિસાબની તપાસ કરવામાં આવે અને મોબાઈલ સોફ્ટવેર અને એપ્લિકેશનમાં છુપાવી રાખેલી માહિતી સહિતના દસ્તાવેજોની તપાસણી કરવામાં આવે તેવું આવકવેરા વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આવકવેરા વિભાગની ટીમના સર્ચ ઓપરેશનને લઈ અમુક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Income Tax Department team search operation at more than 40 locations of five jewelers in Surat

આઈકર વિભાગ જ્વેલર્સના છેલ્લા 6 વર્ષના હિસાબની તપાસ કરશે

મહત્વનું છે કે હાલ 40 સ્થળોએ તપાસ દરમિયાન રોકડમાં ખરીદ-વેચાણના દસ્તાવેજ મળી આવ્યા હતા. તથા રૂ. 30 લાખની જ્વેલરીનું વેચાણ રોકડમાં કર્યા હોવાનું પૂરાવા પણ મળી આવ્યા હતા. આ આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનને લઈ કસૂરવાર વેપારીઓમાં સોંપો પડી ગયો હતો અને તપાસ ચાલી રહી હતી તે વિસ્તારમાં વેપારીઓ દુકાનો બંધ કરી રવાના થઈ ગયા હતા. તપાસનો રેલો પોતાના સુધી પહોંચે તેવા ડરનામાર્યા અને કાર્યવાહીથી બચવા ઘણી દુકાનો બંધ રહી હોવાનું પણ જણાઈ રહ્યું છે.

Income Tax Department team search operation at more than 40 locations of five jewelers in Surat


30થી વધુ લોકર્સ પણ આગામી અઠવાડિયે ઓપરેટ કરવામાં આવશે

બીજી તરફ આગામી અઠવાડિયે 30થી વધુ લોકર્સ પણ ઓપરેટ કરવામાં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ અંગે તપાસ બાદ મોટી રકમની ટેક્સચોરી અને ગેરરીતિ સામે આવે તેવી સંભાવના આવકવેરા વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે હાલના આ સર્ચ ઓપરેશન દરમિયાન શું શું વાંધાજનક સામે આવ્યું તે મામલે આગામી સમયમાં આવકવેરા કચેરી દ્વારા સત્તાવાર રીતે સમર્થન મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ