બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / In Uttarakhand, a bus of devotees crashed into a valley in which a video of the injured Brijraj Singh Gohil surfaced.

ભાવનગર / 'ચિંતા ન કરતા, હું safe છું', સામે આવ્યા દુર્ઘટના પહેલા અને પછીના Videos

Vishal Khamar

Last Updated: 04:50 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશીના ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ભાવનગરનાં યાત્રાળુઓનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો અકસ્માતની થોડીક્ષણો પહેલાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

  • ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી 
  • ઘટનામાં ઇજા પામેલ યુવકનો વીડિયો આવ્યો સામે 
  • ત્રાપજના વતની બ્રિજરાજસિંહ ગોહીલનો વીડિયો આવ્યો સામે

ગતરોજ ઉત્તરાખંડનાં ગંગોત્રી હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં ગુજરાતનાં ભાવનગર તેમજ મહુવાનાં કુલ 7 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 22 થી વધુ મુસાફરોને ઈજાઓ થઈ હતી. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે બસ ગંગોત્રી તરફથી પરત ફરી રહી હતી. તે વખતે અકસ્માતની થોડીક્ષણો પહેલા યાત્રાળુઓ દ્વારા આ અંતિમ વીડિયો બનાવવામાં આવ્યો હોઈ શકે છે. 

ઘટનામાં ઇજા પામેલ યુવકનો વીડિયો આવ્યો સામે 
ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી હતી. જે ઘટનામાં ઈજા પામેલ યુવકનો વીડિયો સામે આવ્યો હતો. ત્રાપજનાં વતની બ્રિજરાજસિંહ ગોહીલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોતે સહી સલામત હોવાનો મેસેજ આપતો વીડિયો સામે આવ્યો છે. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો
ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના 7 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગંગના નજીક 100 મીટર ઊંડી ખીણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આ મામલે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું  છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર 079 23251900 જાહેર કર્યો છે. ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે. 
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ