બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / In the security of IPL again and again fans rushed to the ongoing match

IPL 2024 / VIDEO: IPLની સુરક્ષામાં ફરીવાર ચૂક: પહેલા શ્વાન અને હવે ફેન્સ ચાલુ મેચે દોડી આવ્યો

Vishal Khamar

Last Updated: 08:58 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી છે. બેંગલુરુમાં સોમવારે (25 માર્ચ) રમાયેલી મેચમાં RCBએ પંજાબ કિંગ્સ (PBKS) ને 4 વિકેટે હરાવ્યું હતું. વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ખામીની વિચિત્ર ઘટના જોવા મળી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની છઠ્ઠી મેચ સોમવારે (25 માર્ચ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આરસીબીએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી, પરંતુ આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી.

 મેચમાં પંજાબ કિંગ્સે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સુરક્ષામાં ક્ષતિની વિચિત્ર ઘટના જોવા મળી હતી.

દર્શકે મેદાનમાં ઘૂસીને કોહલીને પકડી લીધો હતો
એક ચાહક અચાનક મેદાનમાં ઘુસી ગયો. તે સીધો કોહલી પાસે ગયો અને તેના પગે પડ્યો. તે પ્રશંસકે કોહલીના પગને સ્પર્શ કર્યો હતો. સુરક્ષાકર્મી પણ તેની પાછળ દોડી આવ્યા હતા. પરંતુ તે પછી તે પછી એક ચાહકે કોહલીને પકડી લીધો.

ત્યારે પાછળથી અન્ય એક સુરક્ષાકર્મી આવ્યો અને દર્શકને પકડીને બહાર લઈ ગયો. આઈપીએલ અને ખેલાડીઓની સુરક્ષામાં આ એક મોટી ભૂલ છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલીવાર નથી જ્યારે સુરક્ષામાં ખામી સામે આવી હોય.

જાન્યુઆરીમાં પણ સ્ટેડિયમમાં બેઠેલ એક દર્શક કોહલી પાસે પહોંચી ગયો હતો
આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચ દરમિયાન એક ચાહક મેદાનમાં ઘુસી ગયો હતો. તે દરમિયાન તે પ્રશંસકે કોહલીને ગળે લગાવ્યો હતો. તે સમયે કોહલી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ સિરીઝમાં કોહલી 14 મહિના બાદ T20 ઈન્ટરનેશનલમાં વાપસી કરી રહ્યો છે.

આ રીતે RCBએ મેચમાં પંજાબને હરાવ્યું હતું
IPL 2024ની આ છઠ્ઠી મેચમાં પંજાબની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ધવને 37 બોલમાં સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. જ્યારે જીતેશ શર્માએ 27 રન, પ્રભસિમરન સિંહે 25 રન અને સેમ કુરાને 23 રન બનાવ્યા હતા. જ્યારે RCB તરફથી મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી.

વધુ વાંચોઃ IPL 2024નું સંપૂર્ણ શિડ્યુઅલ જાહેર, 26 મે ચેન્નાઈમાં રમાશે ફાઈનલ મુકાબલો, જુઓ ક્યારે કઈ મેચ?

177 રનના ટાર્ગેટના જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી અને મહિપાલ લોમરોરે 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. પંજાબ ટીમ તરફથી કાગીસો રબાડા અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ