બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / In the Gujarat Assembly elections, these voters do not have to go to the election booth, the facility of voting at home has been provided.

ચૂંટણી અપડેટ / ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મતદારોએ નહીં જવું પડે ઇલેક્શન બુથ સુધી, ઘરે બેઠાં જ વોટિંગ કરવાની અપાઇ સુવિધા

Priyakant

Last Updated: 03:20 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચનો મોટો નિર્ણય 
  • 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ-કોવિડ સંક્રમિત લોકો ઘરેથી કરી શકશે મતદાન 
  • ઘરેથી મતદાન કરવા મતદાતાએ ફોર્મ 12D ફરીને આપવું પડશે
  • ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે

આજે કેન્દ્રીય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જોકે એક મહત્વના સમાચાર એ છે કે, ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી પંચ દ્રારા દિવ્યાંગ, અને કોવિડ સંક્રમિત સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાઇ છે.  જેમકે દિવ્યાંગ અને 80 વર્ષની વયથી ઉપરના મતદાતા ઘરેથી વોટિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

ઘરેથી કોણ મતદાન કરી શકે અને શું કરવું પડશે ? 

કેન્દ્રીય ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે. ચૂંટણી પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. આ મતદાતા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. જેઓ ઘરે બેસીને મતદાન કરશે. જોકે મતદાનની વીડિયોગ્રાફી પણ થશે. આ માટે ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન દ્વારા જાણ કરશે અને ત્યારબાદ ઘરે ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે. આ માટે મતદાતાએ ફોર્મ 12D ફરીને આપવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ