બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Surendranagar, 4 youths from the same village died after jumping the car divider and colliding with the truck

દર્દનાક / સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: કાર ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાતા એક જ ગામના 4 યુવકોનાં મોત, ગામ હિબકે ચઢ્યું

Priyakant

Last Updated: 12:50 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Accident Latest News: કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ અને એકસાથે 4 લોકોના મોત

  • સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ
  • ધ્રાંગધ્રા બાયપાસ પાસે થયો અકસ્માત
  • કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ
  • કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા થયો અકસ્માત
  • કારમાં સવાર 4ના મૃત્યુ, 2 લોકો ઈજાગ્રસ્ત

Surendranagar Accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એકસાથે 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં હાઈવે પરથી પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા તો અન્ય 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. 
 
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુના સમાચારથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિગતો મુજબ ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલટી મારી ગયા બાદ ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઇ હતી. વિગતો મુજબ કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. 

મૃતકોના નામ 

  • કરસનભાઈ ભરતભાઈ (ઉ.વ.23)
  • કિરણભાઈ મનુભાઈ (ઉ.વ.18)
  • ઉમેશભાઈ જગદીશભાઈ (ઉ.વ.15)
  • કાનાભાઇ ભુપતભાઇ ((ઉ.વ.18) તમામ રહેવાસી ગોલાસણ, હળવદ

ઇજાગ્રસ્તોના નામ 

  • અમિતભાઇ જગદીભાઈ
  • કાનાભાઇ રાયધનભાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ