બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 12:38 PM, 29 January 2024
ADVERTISEMENT
રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. માતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે 9 મહિનાની દીકરી સારવાર હેઠળ છે.
2 વર્ષ પહેલા સમાજન રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા
આ સમગ્ર મામલે ફરિયાદી ગાંડાભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, તેઓ ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરે છે. તેમજ તેઓને સંતાનમાં એક 9 મહીનાની દીકરી છે. તેમજ તેઓનાં લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષ પહેલા સમાજના રીત રિવાજ મુજબ થયેલા હતા.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં ભૂકંપના 8માંથી 7 આંચકા તો માત્ર કચ્છમાં જ, આ કારણો છે જવાબદાર
પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ હાથ ધરાઈ
આ બાબતે ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે મૃતક મહિલા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.