બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / In preparation for hosting the Gujarat 2036 Olympic Games, see how the machinery was used in the preparations for the global stadium.

હૈ તૈયાર હમ / ગુજરાત 2036ના ઓલિમ્પિક ગેમ્સના યજમાન પદની તૈયારીમાં, જુઓ વૈશ્વિક ફલકના સ્ટેડીયમને લઈ કેવી તૈયારીઓમાં જોતરાયું તંત્ર

Mehul

Last Updated: 04:45 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત માત્ર 2036 માટે જ નહિ પણ 2040 અને ત્યાર બાદ પણ યજમાન બનવા રસ દાખવી રહ્યો છે. આગામી સમયની ત્રણ ઓલિમ્પિક ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં

  • 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદની તૈયારીઓ 
  • ઔડા દ્વારા શરૂ કરવામાં આવી તૈયારી 
  • નારણપૂરામાં સૂચિત સ્ટેડીયમ વૈશ્વિક ફલકનું

ભારત કે જે વિશ્વગુરુ બનવાની ક્ષમતા ધરાવે છે તે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માળખાગત સુવિધાઓ માટેથી જ નહિ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી પણ એટલી જ શામેલ છે.વડાપ્રધાન પોતાના કાર્યકાળથી ઉપરનાં રોડ મેપ તૈયાર રાખે છે અને તે પ્રમાણે,રાજ્યો, મંત્રીઓ અને વહીવટી પાંખના વડાઓને તૈયારીના આયોજન માટે કહે છે. આ જ રીતે જેમ આગામી IPL-2022નું યજમાન ભારત હશે તો ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ સમગ્ર IPLનું મુખ્ય મથક હશે.એટલે વૈશ્વિક નજર સ્વાભાવિક રીતે ગુજરાત તરફ હોય.આગામી વર્ષ 2036માં ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરશે અને તેનું આયોજન વડા પ્રધાન મોદીએ ત્રણે'ક વર્ષ પહેલા જ કરી નાખ્યું હતું. અમદાવાદના નારણપુરા વિસ્તારના વરદાન ટાવર પાસે બનનારા અતિ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ મહાનગર પાલિકા,રાજ્ય સરકારે તૈયારીઓ શરુ કરી છે તો કેન્દ્ર સરકાર પણ આ વૈશ્વિક ફલક પર ચમકી ઉઠવા સક્ષમ સ્ટેડીયમ બનાવી વિશ્વ જગતને ગુજરાતના ખેલ કૌશલ્ય સાથે સ્ટેડિયમની  ભવ્યતાની પણ અનુભૂતિ કરાવશે. 

અમિત શાહનો સંસદીય મતવિસ્તાર 
 
2036ની ઓલિમ્પિકસ માટે ભારત સાથે જર્મની, કતાર અને ઇન્ડોનેશિયા જેવા દેશો એ પણ યજમાની માટે દાવેદારી નોંધાવી છે. જો ભારતને યજમાનીની તક મળે તો સ્વાભાવિક જ વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય અને કેન્દ્રિય ગૃહમંત્રીના સંસદીય મત વિસ્તારની ચર્ચા અતિઆધુનિક સ્ટેડીયમ થકી વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનશે. અમદાવાદના નારણ પૂરા  વિસ્તારમાં વરદાન ટાવર પાસે 19 એકર જમીનમાં રૂ. 584 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે.  નારણપૂરામાં બનનારા સૂચિત સ્ટેડીયમનો વિસ્તાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો સંસદીય મત વિસ્તાર છે. આવા સંજોગોમા ભારત માત્ર 2036 માટે જ નહિ પણ 2040 અને ત્યાર બાદ પણ યજમાન બનવા રસ દાખવી રહ્યો છે. આગામી સમયની ત્રણ ઓલિમ્પિક ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે. 

સૂચિત સ્ટેડીયમનો રીપોર્ટ ત્રણ મહિનામાં 
 

2036ની ઓલિમ્પિકસ માટે અમદાવાદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઔડા દ્વારા તૈયારીના ભાગ રૂપે સ્ટેડિયમ અંગે સર્વે કરવામાં આવ્યો છે. ઔડા દ્વારા ટેન્ડર બહાર પાડી ખાનગી કંપનીને સર્વેનું કામ સોંપાશે. 3 મહિનામાં સર્વે કરી ઔડા રિપોર્ટ સરકારને સોંપશે. સ્ટેડિયમમા કેટલી સુવિધા છે તેનો સર્વે કરાશે. કેટલી સુવિધા વધુ ઉભી કરવી તે અંગે પણ સર્વે કરાશે. હોટેલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સર્વે કરવામાં આવશે. ઓલિમ્પિકસનો અંદાજીત ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે.

2032 સુધીની ઓલિમ્પિક 'બૂક' છે 

પ્રતિ 4 વર્ષે યોજવામાં આવતી ઓલમ્પિક ગેમ્સ માટે અમદાવાદ પોતાની દાવેદારી નોંધાવશે. 2036ના વર્ષ માટે અમદાવાદમાં આ ગેમ્સની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જો કે, વર્ષ 2032 સુધી તો અન્ય દેશે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. 2032ની ઓલમ્પિક માટે ઓસ્ટ્રેલિયાનું બિસ્બેન શહેર દાવેદારી નોંધાવી ચૂક્યું છે. અને તેમના ભાગે આ ઈવેન્ટસ લખાઈ જશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે. 

ઓલમ્પિકલ ગેમ્સ માટે મોટું આયોજન અને એકથી એક બાબતનું ધ્યાન રાખવું પડે છે. માત્ર સ્ટેડિયમ નહીં. પરંતુ આવનારા તમામ ખેલાડીઓ, દેશના પ્રતિનિધિઓ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી પડે છે. સાથે રહેણાક વિસ્તારોને પણ ઉભા કરવા પડે છે. હાઈટેક સુરક્ષા પણ ગોઠવવી પડે છે. સાથે રસ્તાઓ, હોટલ અને અન્ય જરૂરિયાતની સેવાઓને પણ ગોઠવવી પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ