બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Kheda, class-3 health workers got uncontrollable and did a nasty act

અશોભનીય વર્તન / ખેડામાં ક્લાસ-3ના આરોગ્યકર્મીઓએ બેકાબૂ થઈને કરી બીભત્સ હરકત, એકબીજાના પેન્ટ કાઢીને ગંદી હરકતો કરી, વીડિયો ઉતાર્યા

Priyakant

Last Updated: 12:57 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Viral Video News: મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 27 સપ્ટેમ્બરે યોજાયેલ બ્લડ કેમ્પ બાદનો વીડિયો હોવાની ચર્ચા, વીડિયોમાં દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત બોલાવાયા

  • ખેડામાં આરોગ્યકર્મીઓનું ફરજ દરમિયાન અશોભનીય વર્તન 
  • સોડપુર ગામના આરોગ્યકર્મીઓ ભૂલ્યા ભાન 
  • ફરજ દરમિયાન કર્મીઓના અણછાજતા વર્તનનો વીડિયો વાયરલ 
  • વાયરલ વીડિયોમાં કર્મચારીઓ બિભત્સ હરકત કરતા દેખાયા 
  • વીડિયોમાં દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત બોલાવાયા

ખેડામાં આરોગ્યકર્મીઓનું ફરજ દરમિયાન અશોભનીય વર્તન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, કથિત રીતે નશામાં આ આરોગ્યકર્મીઓએ અણછાજતું વર્તન કર્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં આરોગ્ય કર્મચારીઓ એકબીજાના પેન્ટ કાઢીને ગંદી હરકતો કરી રહ્યા હોવાનું દેખાઇ રહ્યા છે. આ તરફ હવે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યુ છે. જેને લઈ વીડિયોમાં દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત બોલાવાયા છે. આ તરફ વીડિયોની તપાસ કરતા 27 સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે. 

ખેડાના સોડપુર ગામના આરોગ્યકર્મીઓ ફરજ દરમિયાન ભાન ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ 27 સપ્ટેમ્બરે ખેડાના સોડપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પ યોજાયો હતો. આ તરફ બ્લડ કેમ્પ બાદ જમણવાર આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું હતું. જે દરમિયાન આરોગ્યકર્મીઓએ અણછાજતું વર્તન કર્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

શું છે વાયરલ વીડિયોમાં ? 
સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં કેટલાક આરોગ્ય કર્મચારીઓ કથિત રીતે નશામાં બેકાબૂ બની બિભત્સ હરકત કરતાં દેખાયા હતા. જેમાં આરોગ્યકર્મીઓનું ફરજ દરમિયાન અશોભનીય વર્તન સામે આવ્યું છે. આ વીડિયોમાં આરોગ્ય કર્મચારીઓ એકબીજાના પેન્ટ કાઢીને ગંદી હરકતો કરી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. આ તરફ વર્ગ-3ના મલ્ટીપર્પઝ હેલ્થવર્કરનો વીડિયો વાયરલ થતા અનેક સાવલો ઊભા થયા છે. 

આરોગ્ય કેન્દ્રના વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં 
ખેડાના સોડપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વીડિયો વાયરલ મામલે તંત્ર હરકતમાં આવ્યુ છે. જેને લઈ વીડિયોમાં દેખાતા તમામ આરોગ્ય કર્મચારીઓને જિલ્લા પંચાયત બોલાવાયા છે. આ તરફ વીડિયોની તપાસ કરતા 27 સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે. ચર્ચાઓ મુજબ મોડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 27 સપ્ટેમ્બરે બ્લડ કેમ્પ યોજાયો હતો. બ્લડ કેમ્પ બાદ જમણવાર આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું હતું. વીડિયોમાં MPHW હર્ષદ મકવાણા, સુપરવાઇઝર જાસ્મિન શર્મા નજરે પડ્યા હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ