બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Gujarat, Ayushman card holders will get health insurance assistance of Rs.10 lakh from today.

ખુશખબર / આજથી PMJAY કાર્ડ અંતર્ગત મળશે રૂ. 10 લાખની સુધીની આરોગ્ય સહાય, રાજ્યના 1.79 કરોડ કાર્ડ ધારકોને મળશે લાભ

Malay

Last Updated: 03:26 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજથી આયુષ્માન કાર્ડ ધારકોને મળશે રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાય, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ.10 લાખની વીમા સહાયનો કરાવ્યો શુભારંભ.

  • ગુજરાતનાના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર 
  • ગુજરાતમાં રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયનો પ્રારંભ
  • PMJAY– માં યોજના અંતર્ગત રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયનો પ્રારંભ 

આજે તારીખ 11 જુલાઇથી સમગ્ર રાજ્યના આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હાલ રાજ્યના 1.79 કરોડ PMJAY-મા કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય રૂ. 10 લાખ થઇ છે. આજે બજાજ ઇન્સોયરન્સ કંપનીના હોદ્દેદારોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશ્નર શાહમીના હુસૈન, એન.એચ.એમ.ના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન અને આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રૂ.10 લાખની વીમા સહાયનો આજથી શુભારંભ
આ શુભેચ્છા મુલાકાત બાદ મંત્રી ઋષિકેશ પટેલે વિધિવત રીતે આયુષ્માન કાર્ડ અતંર્ગત રૂ.10 લાખની વીમા સહાયનો શુભારંભ કરાવ્યો હતો. રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.  

ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી, આરામથી ઘેર બેઠા ડાઉનલોડ થઈ શકે છે આયુષ્માન  કાર્ડ, જાણો આખી પ્રોસેસ | how to download ayushman bharat card online know  simple steps

ખર્ચાળ સર્જરીઓનો લાભ સરળતાથી મળી શકશે
અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરીઓનો લાભ આ વીમા સહાયની રકમ વધતા પરિવાજનોને સરળતાથી મળી શકશે. જેના પરિણામે આયુષ્માન કાર્ડ ધારક પરિવારોની આરોગ્ય સમૃદ્ધિમાં વધારો થશે. બજાજ કંપનીના હોદ્દેદારો , આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આગામી બેંક ઇન્ટીગ્રેશન, રીયલ ટાઇમ ડેટા ટ્રેકીંગના મજબૂતીકરણ, એન્ટી ફ્રોડ એજન્સીની કામગીરીના સુદ્રઢીકરણ, હોસ્પિટલ સંચલાકો માટે નવીન SOP બનાવવી, FAQ(Frequently Ask Questions) તૈયાર કરવાના મુદ્દે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

ગુજરાતમાં કુલ 2848 હોસ્પિટલ છે એમ્પેનલ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત હાલ 2027  સરકારી અને 803 જેટલી ખાનગી તેમજ 18  કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આમ કુલ 2848 હોસ્પિટલ એમ્પેનલ છે. આ તમામ એમ્પેનલ હોસ્પિટલમાં કુલ મળીને 2471 જેટલી વિવિધ આરોગ્ય વિષયક પ્રોસીજર , સારવારનો લાભ આયુષ્માન કાર્ડ અંતર્ગત મળશે.

કરોડોના ક્લેઈમ સેટલમેન્ટ થતા આયુષ્માન ભારત યોજનામાં ગુજરાત અવ્વલ, જુઓ  કેટલાં કરોડની સહાય ચૂકવાઈ | Gujarat first in the country in Ayushman Bharat  Yojana

PM મોદીએ શરૂ કરી હતી યોજના
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ 2012 મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.2 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. 3 લાખ કરવામાં આવી. નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ 2018મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.5 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે  રૂ.10 લાખની થઇ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ