બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In Dahod, the lives of the vehicle drivers were lost, while in Dharampur, the youth was hit by a horn.

રખડતા ઢોર / બે આખલા ભયંકર બાખડ્યા, દાહોદમાં વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા, તો ધરમપુરમાં યુવકને શિંગડુ મારી પટક્યો

Vishal Khamar

Last Updated: 08:12 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. ત્યારે દાહોદમાં રખડતા ઢોર બાખડતા વાહન ચાલકોને અડફેટે લેતા વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. શહેરીજનો દ્વારા રખડતા ઢોર સામે સત્વરે કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી હતી.

  • રાજ્યમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત
  • દાહોદમાં રખડતા ઢોરે વાહન ચાલકોને અડફેટે લીધા
  • વલસાડના ધરમપુરમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો

 દાહોદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. જેમાં બિરસામુંડા સર્કલ પાસે બે આખલા બાખડતા વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે વાહન ચાલકોને આખલાએ  અડફેટે લીધા હતા. ત્યારેરાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરંતું નગરપાલિકા દ્વારા હજુ સુધી તેનું પાલન ન થતા શહેરીજનોને ભાગે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

સમગ્ર ઘટનાં cctv  માં કેદ થવા પામી
તો બીજી તરફ વલસાડનાં ધરમપુરમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. ત્યારે અહીં દુકાન બહાર ઉભેલા એક યુવકને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. ત્યારે યુવાનને ઢોરે શિંગડું મારતા તે નીચે પટકાયો હતો. આ સમગ્ર ઘટનાં દુકાનમાં લાગેલા cctv  માં કેદ થવા પામી હતી. જેમાં ઢોર યુવાનને હડફેટે લઈ ત્યાંથી ચાલતી પકડે છે. આ ઘટનાં બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ છે કે રખડતા ઢોર વિરૂદ્ધ સ્થાનિક તંત્ર કામગીરી કરી રહ્યું નથી. 

રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી
રાજ્યમાં રખડતા ઢોરને લઈ રાજ્ય સરકારા માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. ત્યારે મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. 

Gujarat government has taken a strict decision regarding stray cattle, registration of cattle in Manpa-Napa area is...


દરેક ઢોરનું રજીસ્ટ્રેશન તેમજ ટેગ લગાવવા ફરજીયાત
રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.  રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરાશે. 
જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ
રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે. તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  હવે રાજ્યમાં માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે હવે જોવાનું રહ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ