બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In case of opposition to fixed pay policy by government employees, letter will be written on August 28 under Raksha Utsav

વિરોધ / ફિક્સ પે નીતિનો સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધનો મામલો, 28 ઓગસ્ટનાં રોજ રક્ષા ઉત્સવ હેઠળ લખશે પત્ર

Vishal Khamar

Last Updated: 05:01 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિક્સ પે નીતિનો સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન નિમિત્તે રક્ષા ઉત્સવ સાથે ફિક્સ પે નો વિરોધ થશે. તેમજ આગામી 28 ઓગસ્ટનાં રોજ રક્ષા ઉત્સવ હેઠળ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવશે.

  • ફિક્સ પે નીતિ નો સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધનો મામલો
  • ટીમ ફીક્સ પે અંતર્ગત સરકારી કર્મચારીઓની મળી બેઠક
  • રક્ષા બંધન નિમિત્તે રક્ષા ઉત્સવ સાથે ફિક્સ પે નો થશે વિરોધ

રાજ્ય સરકારની ફિક્સ પે નીતિનો સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવા મામલે આજે ટીમ ફીક્સ પે અંતર્ગત સરકારી કર્મચારીઓની બેઠક મળી હતી. તેમજ રક્ષા બંધન નિમિત્તે રક્ષા ઉત્સવ સાથે ફિક્સ પે નો વિરોધ થશે. જેમાં ફિક્સ પે અંતર્ગત આવતા સરકારી કર્મચારીઓ પત્ર લખશે. સરકારી કર્મચારીઓ પીએમ તથા સીએમ ને પત્ર લખશે. આગામી તા. 28 ઓગસ્ટનાં રોજ રક્ષા ઉત્સવ હેઠળ પત્ર લખશે. પીએમ મોદી તથા સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવશે. ફિક્સ પે નાં કર્મચારીઓ પત્ર સાથે રાખડી પણ મોકલશે. 

વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને રાખડી મોકલાશે
આ બાબતે ટીમ ફિક્સ પે નાં પ્રમુખ ભારતેંદૂ રાજગોરે જણાવ્યું હતું કે, સરકારને એક જ રજૂઆત છે કે સુપ્રિમ કોર્ટમાં જે આ કેસ ચાલી રહ્યો છે. તે કેસ આપે જ કરેલ છે. જેને પરત ખેંચી લો. અમે તમામ ગુજરાતનાં કર્મચારી અને યુવાનોને ફિક્સ પગારમાંથી મુક્ત કરીને તેઓને રેગ્યુલર નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. ફિક્સ પગારમાં જે સરકારી મિત્રો છે તે તમામ લોકો 28 તારીખે પોસ્ટ ઓફિસમાં જઈ એક લેટર ડિઝાઈન કર્યો છે. તે લેટરની સાથે રાખડી વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને મોકલશે. 

28 ઓગસ્ટ બાદ થનાર કાર્યક્રમો
7.9.2023 નાં રોજ જન્માષ્ટમીનાં તહેવારનાં દિવસે સરકારી ક્વાર્ટર છે ત્યાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. 16.9.2023 નાં રોજ તમામ કર્મચારીઓ રાજ્યપાલ, મુખ્યમંત્રીને લેટર લખશે કે આ ફીક્સ પગારની પ્રથા દૂર કરવામાં આવે. નવરાત્રી દરમ્યાન રીમુવ ફિક્સ પે નામનાં દીવડા કરીને ગરબાનું પણ આયોજન રાખેલ છે. તેમજ 4.11.2023 નાં રોજ બ્લેક સેટર ડે થકી  જે પણ ફિક્સ પગારનાં કર્મચારીઓ છે તે કાળા કપડા પહેરી આ નીતીનો વિરોધ દર્શાવતા હોય તે રીતે ઓફીસમાં જઈ પોતાની ફરજ નિભાવશે. આ મુદ્દે છેલ્લા સાત વર્ષમાં અનેક વખત કર્મચારીઓ દ્વારા રજૂઆત કરેલી છે. પરંતું સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ