બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In Ahmedabad, those who searched the number from Google and called, got a lime of lakhs

ઓનલાઈન ફ્રોડ / ગૂગલ પરથી નંબર સર્ચ કરી કોલ કરનારા માટે લાલબત્તી, લિંક મોકલી માત્ર પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવ્યું, 2.42 લાખનો ચૂનો

Dinesh

Last Updated: 10:34 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલના યુવકને અને અન્ય એક વિસ્તારની યુવતીને ઠગ ટોળકીએ લિંક મોકલી માત્ર પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી આબાદ છેતર્યાં છે.

  • દિવસેને દિવસે ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યાં છે. 
  • ગૂગલ પરથી નંબર સર્ચ કરી કોલ કરનારાઓને લાગ્યો લાખોનો ચૂનો
  • લિંક મોકલી માત્ર પાંચ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી આબાદ છેતર્યાં


આજકાલ અમદાવાદ શહેરમાં ઓનલાઈન ચીટિંગના બનાવો ખૂબ વધી ગયા છે. લોકોને જાળમાં ફસાવવા ઠગ ટોળકી અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવે છે. શહેરના બોપલ વિસ્તારમાં રહેતા એક યુવક અને અમદાવાદના અન્ય એક વિસ્તારમાં રહેતી યુવતીને ગૂગલ પર સર્ચ કરીને નંબર મેળવ્યા બાદ ઠગ ટોળકી સાથે વાતચીત કરવાનું ભારે પડ્યું છે. બોપલના યુવકને સારવાર અર્થે ગૂગલ પર નંબર સર્ચ કરીને ફોન કરતાં 1.44 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે, જ્યારે યુવતીને ડ્રેસની ડિલિવરી ન મળતાં તેણે કસ્ટમર કેરમાં ફોન કરતાં 98 હજાર રૂપિયા ગુમાવ્યા છે.

 છેતરપિંડીની ફરિયાદ
ઘુમા રહેતા ભોગ બનનાર યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલાં ભઓગ બનનારને પીઠમાં દુખાવો થતા તેઓ ટ્રિટમેન્ટ માટે ઘરે આવ્યા હતા. ભોગ બનનારને સાલ હોસ્પિટલમાં સારવાર કરાવવી હતી. આથી યુવકે ગૂગલ પર સર્ચ કરીને સાલ હોસ્પિટલનો નંબર લીધો હતો. આ નંબર પર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ એક લિંક મોકલીને કહ્યું હતું કે આમાં તમારી બીમારીની વિગત ભરી દો. તેમજ તમારા એકાઉન્ટમાંથી રજિસ્ટ્રેશન પેટે પાંચ રૂપિયા કપાઈ જશે. ભોગ બનનાર કહ્યા મુજબ તમામ વિગત ભરી દીધા બાદ પાંચ રૂપિયા કપાઈ ગયા હતા. થોડી વાર બાદ યુવક 1.44 લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસજ આવ્યો હતો. આ મેસેજ જોઈને ભોગ બનનાર ચોંકી ગયા હતા.   

98 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા
અમદાવાદના અન્ય  એક વિસ્તારમાં રહેતી યુવતી પણ ઠગાઈનો ભોગ બની છે. યુવતી સુરતથી ડ્રેસ મંગાવ્યો હતો, જેનું પાર્સલ આવ્યું ન હતું. આથી યુવતી તેની ઓફિસમાંથી ગૂગલ પરથી સર્ચ કરી બ્લૂ ડાર્ટનો હેલ્પલાઇન નંબર શોધ્યો હતો. ભોગ બનનારએ આ નંબર પર ફોન કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ યુવતીને કહ્યું હતું કે હું બ્લૂ ડાર્ટ કંપનીમાંથી બોલું છું. ગઠિયાએ તેને કહ્યું હતું કે તમારું પાર્સલ અમારી પાસે આવી ગયું છે, પરંતુ તેના માટે તમારે ઓનલાઇન પાંચ રૂપિયા ભરવા પડશે. ગઠિયાએ યુવતીને એક લિંક મોકલી હતી. આ લિંકમાં યુવતીએ તમામ વિગત ભરી દીધી હતી. પાંચ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કર્યા હતા. થોડી વારમાં ભોગ બનનારના મોબાઈલ પર ચાર ટ્રાન્ઝેક્શન મેસેજ આવ્યા હતા, જેમાં ગઠિયાએ યુવતીના ખાતાંમાંથી 98 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યાર બાદ ભોગ બનનાર યુવતીએ ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

ગૂગલ પરથી નંબર લઈને ફોન કરવાની આદત હોય તો સતર્ક રહો
પોલીસ પણ સોશિયલ મીડિયા થકી કહે છે કે તમે જ્યારે પણ ગૂગલ પરથી નંબર મેળવો ત્યારે તેના પર ફોન કરતાં પહેલાં એકવાર જરૂર વિચારો. આ રીતે નંબર મેળવવાની જરૂર પડતી હોય તો કંપનીના ઓફિશિયલ નંબર પર જ વાત કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને સંપર્ક માટે ઓફિશિયલ ઈ-મેઈલનો જ ઉપયોગ કરવો જોઈએ. પોલીસ લોકોને સતર્ક રહેવાની સલાહ આપે છે કે કોઈ પણ ફોન નંબર ગૂગલ પરથી સર્ચ કરીને મેળવવાના બદલે તેની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવો જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ