બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, more than 843 cases of diarrhea and vomiting were reported in a month

રોગચાળો / ચિંતા વધી ! અમદાવાદીઓના માથે મંડરાઈ નવી આફત, એક મહિનામાં 843થી વધુ કેસ નોંધાતા તંત્ર એલર્ટ

ParthB

Last Updated: 10:30 AM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરમીના પ્રકોપ સાથે પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતાની સાથે છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 843 અને કમળાના 125 કેસ નોંધાયા હતાં.

  • અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
  • એપ્રિલમાં ઝાડા-ઉલ્ટીના 843 કેસ નોંધાયા
  • એપ્રિલમાં કમળાના 125 કેસ નોંધાયા

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો

એક તરફ અમદાવાદમાં કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે અમદાવાદીઓના માથે નવી આફત મંડરાઈ રહી છે. અમદાવાદમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો વધતા છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 843 અને કમળાના 125 કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં પાણીના 211 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.મહત્વનું છે કે, સોલા સિવિલમાં પાણીજન્ય રોગોની ઓપીડી રોજે રોજ વધી રહી છે 

એપ્રિલ મહિનામાં ઝાડા-ઉલ્ટીના 843 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, ગત 30 એપ્રિલ સુધીના એક મહિનામાં શહેરમાં પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આમ છેલ્લા એક મહિનામાં ટાઈફોઈડના કુલ 152 અને કોલેરાનો એક કેસ નોંધાયો હતો. આ સાથે ઝાડા-ઉલ્ટીના 843 કેસ નોંધાયા હતાં. પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે એપ્રિલ મહિનામાં 7હજારથી વધુ ઘરોમાં કલોરીન ટેસ્ટ કરાયા હતા. તેમજ બેકટેરીયોલોજીકલ 1 હજારથી વધુ ટેસ્ટ કરાયા હતા.જેમાં એપ્રિલ મહિનામાં પાણીના 211 સેમ્પલ અનફીટ જાહેર થતા આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કુલ 231 પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા.

જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં કમળાના 486 કેસ નોંધાયા

જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના 1563, કમળાના 486, ટાઈફોઈડના 440 તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા.એપ્રિલ મહિનામાં મચ્છરજન્ય એવા મેલેરિયાના 48 અને ઝેરી મેલેરિયાનો એક કેસ નોંધાયો હતો.ડેન્ગ્યૂના આઠ તેમજ ચિનગુનિયાના 9 કેસ નોંધાવા પામ્યા હતા.આ વર્ષે એપ્રિલ સુધીમાં મેલેરિયાના 76,ઝેરી મેલેરિયાના 4, ચિકનગુનિયાના 105 તથા ડેન્ગ્યૂના 40 કેસ નોંધાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ