બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In a surprise visit to the Fisheries Department by the Minister of Agriculture, Animal Husbandry and Fisheries

સરપ્રાઈઝ વિઝીટ / રાઘવજી ફરી એક્શનમાં: જાણ બહાર ફિશરીઝ ડિપાર્ટમેન્ટની મુલાકાત લેતા અધિકારીઓ ચોંક્યા, જુઓ શું બોલ્યા કૃષિમંત્રી

Priyakant

Last Updated: 08:08 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ રાઘવજી પટેલ કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ કર્યા બાદ આજે કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીએ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર સરપ્રાઈઝ વિઝીટ કરી

  • કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સરપ્રાઈઝ વિઝિટમાં
  • રાઘવજી પટેલ પહોંચ્યા ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સરપ્રાઈઝ વિઝિટમાં
  • ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર મંત્રીની સરપ્રાઈઝ વિઝીટ
  • અગાઉ કૃષિ ભવન ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી રાઘવજી પટેલે

ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. ત્યારે કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. અગાઉ રાઘવજી પટેલ ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. જે બાદમાં હવે કૃષિ પશુપાલન મત્સ્યોધોગ મંત્રીએ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. 

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતાના વિભાગની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. રાઘવજી પટેલ આજે અચાનક ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓને જરૂરી સૂચન આપ્યા હતા. જે બાદમાં તેમણે જણાવ્યું કે, આજે મેં ઓફિસની મુલાકાત લઈ અને કર્મચારીઓની સમસ્યાઓ અને તમામ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. 

ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સરપ્રાઈઝ વિઝિટ લેવા પહોંચેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે મેં ઓફિસની મુલાકાત લઈ અને કર્મચારીઓની સમસ્યાઓ અને તમામ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, આમ તો અમારા કર્મચારીઓ કર્મયોગી છે, છતાં પણ જો ક્યાંય નાની-મોટી ચૂક હશે તો મારા નિરીક્ષણ પછી જે-તે ખાતાઓના વડાઓ પાસે જરૂરી ચર્ચાઓ કરી સૂચના આપીશ. 

29 ડિસેમ્બરે પણ અચાનક જ પહોંચ્યા હતા ઓફિસ 

કૃષિમંત્રી તરીકેની કમાન સંભાળ્યા બાદ રાઘવજી પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. 29 ડિસેમ્બરે રાઘવજી પટેલ ગાંધીનગરમાં આવેલા કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સરકારી બાબુઓ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતાં. એટલે કે અધિકારીઓ 11:30 સુધી ઓફિસમાં પહોંચ્યા નહોતા. રાઘવજી પટેલે કૃષિભવનમાં તમામ વિભાગના વડાઓ પાસે અધિકારીઓને લઈને સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ