બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important notice given to all BJP MLAs before monsoon session of Assembly

ગાંધીનગર / વિધાનસભાના ચોમાસું સત્ર અગાઉ ભાજપના તમામ ધારાસભ્યોને અપાઈ મહત્વની સૂચના, આજે મળશે ધારાસભ્ય દળની ખાસ બેઠક

Kiran

Last Updated: 12:19 PM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભાજપના ધારાસભ્યોના દળની યોજાશે બેઠક, વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા જ તમામ ધારાસભ્યોને મહત્વની સૂંચના આપી દેવામાં આવી છે

  • વિધાનસભા સત્રને લઇ ભાજપની તૈયારી
  • આજે ભાજપ ધારાસભ્યોની મળશે બેઠક
  • તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના

આજે ભાજપના ધારાસભ્યોના દળની બેઠક મળનાર છે ત્યારે આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર છે ત્યારે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની આ બેઠક યોજાઈ રહી છે, તે ખુબ મહત્વની માનવામાં આવે છે.



 

આજે ભાજપ ધારાસભ્યોની મળશે બેઠક

રૂપાણી સરકારના રાજીનામાં બાદ તમામ કેબિનેટ સ્તરના મંત્રીઓથી લઈને મુખ્યમંત્રી સુધી તરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમા નવનિયુક્ત મુખ્યમંત્રીના મંત્રી મંડળમાં કેટલા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, હવે ભૂપેન્દ્ર સરકારનો કાર્યકાળ શરૂ થયો છે ત્યારે તેમાં કેટલાક મંત્રીઓને વિધાનસભાની કામગીરીનો કોઈ પણ જાતનો અનુભવ નથી, ત્યારે આજે મળનાર ધારાસભ્ય દળની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે.

 

May be an image of 1 person, standing, sitting and indoor


 

વિધાનસભા સત્રને લઇ ભાજપની તૈયારી

આ બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને પાર્ટી તરફથી સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે આ બેઠકમાં વિધાનસભા સત્રમાં ક્યા મુદ્દે ચર્ચા કરી તેનો રોડમેપ તૈયાર થઇ શકે છે, મહત્વનું છે કે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હવે રાજ્યના કેબિનેટમંત્રી બન્યા છે તેમને મહેસુલ મંત્રી અને કાયદામંત્રીનો સ્વતંત્ર હવાનો સોંપવામાં આવ્યો છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ પ્રથમવાર એક મહિલા અધ્યક્ષ તરીકે  નિમાબેન આચાર્યની વરણી થઈ છે  ત્યારે નીમાબેન આચાર્ય માટે પણ વિધાનસભાનું આ સત્ર મહત્વનું સાબિત બનશે.  

May be an image of one or more people, people sitting, people standing and indoor

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ